Tuesday, September 22, 2026

ચાંદલોડિયામાં PM આવાસ યોજનામાં મકાન ફાળવણીના કૌભાંડનો પર્દાફાશ, આરોપીઓએ એલોટમેન્ટ માટે 50-50 હજાર પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ચાંદલોડિયામાં PM આવાસના મકાન ફાળવવામાં કૌભાંડ સામે આવ્યું છે. નકલી એલોટમેન્ટ લેટરના આધારે 21 મકાનો ફાળવી દેવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. AMCના અધિકારીઓએ તપાસ કરતા લેટર નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો. વિપુલ અને સૈયદ નામના આરોપીઓએ આ કૌભાંડ આચર્યુ હતું. જેમાં તેમણે 50-50 હજાર રૂપિયામાં 21 સભ્યોને નકલી પત્રો પધરાવી દીધા હતા. મકાન ફાળવવા માટે એજન્ટે બીજા 10-10 હજાર પડાવ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતામાં ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિતભાઇ ઠાકોરે સોલા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની મુજબ મનપા દ્વારા ચાંદલોડિયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા લોકો માટે આવાસ યોજના તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1736 આવાસ પૈકી 1372 આવાસના પઝેશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે 364 આવાસની ફાળવણી બાકી છે.

આ બંને આરોપીઓએ 21 સભ્યો પાસેથી રૂ.50 હજાર લેખે રૂ.10.50 લાખ પડાવી લીધા હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ. પરંતુ ભોગ બનનારા લોકોની સંખ્યા વધારે હોવાની આશંકા પોલીસે નકારી નથી.અગાઉ પણ ગરીબ આવાસ યોજનાઓમાં ઘર અપાવવાને નામે લોકો સાથે મોટાપાયે છેતરપિંડી થઈ ચૂકી છે. આ ઉપરાંત આવાસ યોજનામાં જે લોકોને ઘર લાગ્યા હોય છે તેઓ પણ 7 વર્ષના નિયમનો ભંગ કરી ભાડે ચઢાવી દેતા હોય છે.

નવાઈની વાત એ છે કે આરોપીઓએ મકાન નહોતા ફાળવ્યા તેના પણ પજેસન લેટર બનાવ્યા હતા. તે સિવાય મકાન લેનારને AMCની પાવતી પણ આપતા હતા. હાલમાં આરોપીઓ પાસે યાદી કેવી રીતે આવી તેની તપાસ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...