Monday, September 21, 2026

મહિલા સશક્તિકરણનું નવું પગલું : અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં સખી મંડળ દ્વારા ‘મંગલમ’ કેન્ટીનનો પ્રારંભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે સખી મંડળ દ્વારા સંચાલિત ‘મંગલમ’ કેન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપશે. કેન્ટીનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સખી મંડળની બહેનોને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નવનિર્મિત કચેરી ખાતે મંગલમ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની કચેરીએ આવતા મુલાકાતીઓ તથા સ્ટાફને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે, સાથે જ આત્મનિર્ભરતાના અભિયાનમાં અમદાવાદ શહેર પોલીસ સહભાગી થઈ શકે તે હેતુથી આ કેન્ટીન શરૂ કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા તારીખ 02/04/25ના રોજ આ મંગલમ કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કમિશ્નરની કચેરી ખાતે કાર્યરત મંગલમ કેન્ટીનમાં વિરમગામ તાલુકાના રંગપુર ગામના ત્રિદેવ સખી મંડળ દ્વારા સ્વાદિષ્ટ, સ્વાસ્થ્યપ્રદ અને સ્વચ્છ ભોજનની સુવિધા આપવામાં આવે છે. આ કેન્ટીન સવારે 10:00 થી સાંજે 05:30 સુધી કાર્યરત હોય છે.

મિશન મંગલમ હેઠળ સરકાર દ્વારા મળતી સહાય તેમને ખૂબ મદદરૂપ થાય છે. કુલ 6 બહેનો મળીને અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે ચાલતી મંગલમ કેન્ટીનનું સંચાલન કરે છે. તેમનું ત્રિદેવ સખી મંડળ છેલ્લાં 3 વર્ષથી કાર્યરત છે જેમાં 10 જેટલી બહેનો જોડાયેલી છે. આ બહેનો પોતાની રસોઈની આવડતના આધારે તાલુકા પંચાયતના કાર્યક્રમોમાં સહભાગી થતા હતા. હાલમાં આ સખી મંડળની બહેનો આત્મનિર્ભર બની પોતાના ઘર, કુટુંબને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે છે. અમદાવાદ કમિશનરની કચેરી ખાતે કેન્ટીન માટે જગ્યા પૂરી પાડવા તથા બહેનોને આત્મનિર્ભર કરવામાં મદદરૂપ થવા બદલ આ બહેનો સરકારનો ખૂબ આભાર માને છે.

મંગલમ કેન્ટીનની વાત કરવામાં આવે તો, અત્યારે આ કેન્ટીન સરકારી કચેરીઓ, યુનિવર્સિટી કોલેજ કેમ્પસ, હોસ્પિટલો અને અન્ય વિવિધ સરકારી ખાનગી સંસ્થાઓમાં કાર્યરત છે. મંગલમ કેન્ટીનના માધ્યમથી સખી મંડળની બહેનોને રોજગારના નવા અવસરો પ્રાપ્ત થાય છે. જે તેમને ઉદ્યોગ સાહસિક બનવા માટેનો એક મજબૂત મંચ પૂરો પાડે છે. મંગલમ કેન્ટીનમાં કાર્યરત મહિલાઓ આત્મનિર્ભર થઈ તેમના સામાજિક જીવનમાં સન્માન અને સમૃદ્ધિ મેળવે છે. મંગલમ કેન્ટીન મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું એક પ્રેરણાદાયી પગલું છે. આ કેન્ટીન કારણે મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મદદ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...