Wednesday, April 29, 2026

અમદાવાદમાં હવે આવશે ખરી રોનક, સાબરમતી રિવરફ્રન્ટ પર ફરીથી શરૂ થશે બોટિંગ ! જાણો સંપૂર્ણ માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રોજબરોજ અલગ-અલગ પ્રકારની એક્ટિવિટી ચલાવવામાં આવતી હતી. એક સમય એવો હતો કે, પ્રવાસ રસિકો જ્યારે રિવરફ્રન્ટ પર આવે ત્યારે તેની તમામ એક્ટિવિટીની મજા માણતા અને પોતાનો સમય હળવાશથી પસાર કરતા. જો કે, વડોદરામાં થયેલ હરણી બોટ કાંડ પછી રાજયની મોટાભાગની નદીઓમાં અને તળાવમાં ચાલતી બોટિંગ સેવાને બંધ કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફરી બોટીંગ સેવા શરૂ થવા જઈ રહી છે. બોટીંગ સેવા શરૂ કરવા માટે ગતિવિધિઓ અને કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ કરવા માટે IRS દ્વારા ઇન્સ્પેકસન શરૂ કરાયું છે. સ્થળ નિરીક્ષણ અને બોટીંગ સેફટીને લઇ રીપોર્ટ તૈયાર કરી કમિશનરમાં આપવામાં આવશે. ત્યાર બાદ મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર બોટીંગ સેવા શરૂ થશે.

સાબરમતી રિવરફ્રન્ટ પર બોટનું વજન અને તેની સેફટી લઈને ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ બોટને સાબરમતી નદીમાં ઉતારીને તેનું ટેસ્ટિંગ કરાયું અને બોટનું ટ્રાયલ કરવામાં આવ્યું. જણાવી દઈએ કે, સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કમિશનરને આપવામાં આવશે અને રિપોર્ટ પર મંજૂરી મળ્યા બાદ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પૂરજોશે બોટિંગ સેવા શરૂ કરવામાં આવશે.

આમ જોવા જઈએ તો, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ટૂંક સમયમાં જ બોટિંગ સેવા શરૂ થઈ જશે. આ સેવા શરૂ થતા જ અમદાવાદીઓ અને રિવરફ્રન્ટ પર આવતા મુસાફરોમાં હર્ષોલ્લાસ છવાશે. બીજું કે, બોટિંગ સેવા શરૂ થતા જ સાબરમતી રિવરફ્રન્ટનો નજારો પણ અદભૂત લાગશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...