Wednesday, April 29, 2026

હનુમાન જયંતીને લઈને કેમ્પ હનુમાન મંદિર મોડી રાત સુધી મંદિર ખુલ્લુ રાખવાનો નિર્ણય, 551 કિલોની કેક ધરવામાં આવી

spot_img
Share

અમદાવાદ : દેશભરના હનુમાન મંદિરોમાં આજે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના કેમ્પ હનુમાનજી મંદિરમાં પણ ઉજવણી કરવામાં આવી છે. હનુમાન જયંતી નિમિતે ભગવાનને 300 કિલો બુંદીની અને 251 કિલો માવાની કેક ધરાવવામાં આવી છે. ઉપરાંત કેમ્પ હનુમાન મંદિરમાં દિવસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 1 લાખથી વધુ ભક્તો આજે કેમ્પ હનુમાન મંદિરમાં દર્શન કરશે.

અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમૂહ સંધ્યા મહાઆરતી અને અન્નકૂટનું આયોજન કરાયું છે. કેમ્પ હનુમાન મંદિરમાં 300 કિલોની બુંદીની કેક બનાવવામાં આવી છે. આ ઉપરાંત 251 કિલો માવાની કેક પણ બનાવવામાં આવી છે. એટલે કુલ 551 કિલોની કેક તૈયાર કરવામાં આવી હતી. આ બુંદીની કેકને નવ ગ્રહનો આકાર આપવામાં આવ્યો છે. જે મંદિરમાં પ્રસાદી સ્વરૂપમાં ધરાવવામાં આવ્યો છે. હનુમાનજીના જન્મોત્સન નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.

શનિવાર અને હનુમાનજીનો જન્મોત્સવ પણ છે, જેને લઇને ભક્તોમાં આજના દિવસે હનુમાનજીના દર્શન કરવાનો બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હનુમાનજીના જન્મોત્સવન લઇને આજે કેમ્પ હનુમાનજીનું મંદિર સવારે 6 થી મોડી રાત સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પ હનુમાન ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે ભક્તોને હાલાકી ન પડે અને ભક્તો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કેમ્પ હનુમાન મંદિરમાં કરવામાં આવી છે.

જણાવી દઈએ કે દર વર્ષે જેમ પણ હનુમાન જયંતિના એક દિવસ પહેલા અમદાવાદના હનુમાન કેમ્પ મંદિર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાહીબાગ હનુમાન કેમ્પ મંદિરથી વાસણા ખાતે આવેલા વાયુ દેવતા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.શહેરના વિવિધ રૂટો પર શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...