Wednesday, April 29, 2026

‘સૂઓમોટો’ કાર્યવાહી : રજીસ્ટ્રેશન વિના જ બુકિંગ શરૂ કરી દેતા બિલ્ડરો પર ‘ગુજરેરા’ની તવાઈ ઉતરશે

spot_img
Share

અમદાવાદ : ગુજરેરાએ નવા પ્રોજેકટનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ બુકીંગ શરૂ કરી દેનારા બિલ્ડર સામે સુઓમોટો કાર્યવાહી શરૂ કરી હતી. રિપોર્ટ મુજબ, ગાંધીનગર ખાતેનાં એક પ્રોજેકટમાં બિલ્ડરે રેરા રજીસ્ટ્રેશન મેળવ્યા વિના જ બુકીંગ શરૂ કરીને ગ્રાહકો પાસેથી એક લાખ રૂપિયા ટોકન પેટે મેળવ્યા હોવાની ગુજરેરાને ફરીયાદ મળી હતી.

જોકે આ કેસમાં બિલ્ડરે ફરીયાદીને નાણાં પરત કરી દેતા તેની ફરિયાદનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો.પરંતુ સમગ્ર પ્રકરણમાં સુઓમોટો કાર્યવાહી શરૂ કરી હતી. રેરા કાયદાની કલમ 3નો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. રજીસ્ટ્રેશન કરાવ્યા વિના જ પ્રોજેકટનો પ્રચાર તથા બુકીંગ કરવા બદલ એકશન શરૂ કરાયા હતા.

બિલ્ડર સામે કલમ 59 હેઠળ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુત્રોના કહેવા પ્રમાણે રજીસ્ટ્રેશન વિના જ બુકીંગ શરૂ કરી દેવાની પ્રવૃતિ વ્યાપક છે. તેના આધારે રેરાની ટીમો હવે ફીલ્ડમાં ઉતરશે.સામાન્ય લોકોની જેમ ઈન્કવાયરી કરીને ગેરરીતિ પકડશે. આ માટે દરેક ઝોનવાઈઝ ટીમ બનાવવાની તૈયારી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન વિના જ બુકીંગ-પ્રચાર શરૂ કરી દેનારા બિલ્ડરો પર તવાઈ ઉતારવામાં આવશે.

રેરા કાયદામાં પ્રોજેકટનું રજીસ્ટ્રેશન કરાયા બાદ જ તેનો પ્રચાર શરૂ કરવાની જોગવાઈ છે.સંખ્યાબંધ કિસ્સામાં પ્રચાર સાહિત્યમાં રેરા રજીસ્ટ્રેશન નંબર દર્શાવાતો નથી તેનું રજીસ્ટ્રેશન થયુ ન હોવાની શંકા રહે છે.

ગુજરેરા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા અપનાવવા કટીબદ્ધ છે. ગ્રાહકોનું હિત સર્વોપરી છે. આ માટે હવે ઝોનવાઈઝ ટીમોની રચના કરીને પ્રોજેકટોની રૂબરૂ મુલાકાત સાથે નિયમભંગ કરનારા બિલ્ડરો સામે કાર્યવાહી કરવાનો એકશનપ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજયનાં કોર્પોરેશન ધરાવતા શહેરોથી માંડીને નગરપાલિકા સ્તરના શહેરો સુધી આ કાર્યવાહી કરાશે.

કાયદા-નિયમોનો ભંગ કરવા બદલ બિલ્ડરો પર પ્રોજેકટ ખર્ચનાં 10 ટકાની પેનલ્ટીની જોગવાઈ છે. પ્રચાર સાહિત્યમાં રેરા રજીસ્ટ્રેશન દર્શાવવાનું ફરજીયાત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...