Wednesday, April 29, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય, કાળઝાળ ગરમીથી દર્દીઓને રાહત મળશે

spot_img
Share

અમદાવાદ : કાળઝાળ ગરમીને કારણે હાલ પરિસ્થિતિ એવી છે કે સૌ કોઈ ત્રસ્ત થઈ ગયા છે. ઉનાળાની ગરમીમાં સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર છે. ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે સિવિલ હોસ્પિટલે તમામ નોનએસી વોર્ડમાં એરકુલરની વ્યવસ્થા કરી છે. જેથી કરીને દર્દીઓને આ ગરમીથી રાહત મળી શકે અને તેમને આરામ મળે.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ તમામ કુલર્સમાં નિયમિત સ્વચ્છતા જળવાય અને સમયાંતરે તેમાં પાણી ભરવામાં આવે અને ગંદુ પાણી ખાલી કરી સફાઈ કરવામાં આવે તેની પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલ ખાતે અમે ફક્ત સારવાર જ નહીં, પરંતુ તમામ દર્દીઓને સાનુકુળ અને આરામદાયક વાતાવરણ મળી રહે અને તેમની ગુણવત્તાયુક્ત સંભાળ લેવાય તે માટે પ્રતિબદ્ધ છીએ.

મોટા ભાગે જે પણ દર્દીઓ સ્પેશિયલ રૂમ લેતા હોય છે અથવા તો એસી વોર્ડમાં રહેતા હોય છે. તેઓને વાંધો નથી આવતો પરંતુ જે પણ દર્દીઓ નોન એસી વોર્ડમાં હોય છે. તેવા દર્દીઓને વધારે તકલીફ રહેતી હોય છે. જોકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહત આપવા માટે હોસ્પિટલે તમામ નોનએસી વોર્ડમાં એરકુલરની વ્યવસ્થા કરી છે. આ તમામ વોર્ડમાં કુલર્સને મોટા ભાગના બેડ એરિયાને આવરી લે તે રીતે મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ વ્યવસ્થા ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે વોર્ડમાં આરામદાયક અને આરોગ્યપ્રદ વાતાવરણ સુનિશ્ચિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ભારે ગરમીના કારણે પહેલાથી તકલીફમાં રહેલ દર્દીઓના સ્વાસ્થ્ય પર વધુ ખરાબ અસર ન થાય તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...