Monday, September 21, 2026

અમદાવાદના રાણીપ સહિત આ વિસ્તારોમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, નવા પાર્ટી પ્લોટની પણ મંજૂરી

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા વિસ્તાર અને લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સ્ટેશન અને પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. દર 10 કિલોમીટર વિસ્તારમાં એક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. રાણીપ, લાંભા, શાહીબાગ, રામોલ- હાથીજણ અને સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. પાંચ ફાયર સ્ટેશન બનાવવામાં આવનાર છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ત્રાગડ રોડ પર 2.50 કરોડના ખર્ચે નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ગોતા અને ત્રાગડમાં નવા ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી પૂરી થવાની તૈયારીમાં છે. પાંચકુવા અને દાણાપીઠ ફાયર સ્ટેશનના રીનોવશન- નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. ચાલુ વર્ષે શહેરમાં 54 કરોડના ખર્ચે નવા પાંચ ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન કરાયું છે. ફાયરમેનના ઇન્ટરવ્યુ પૂરા થતાં હવે ટુંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. શહેરમાં હાલમાં કુલ 19 ફાયર સ્ટેશનોમાં 515 સ્ટાફ કાર્યરત છે. આશરે 1.50 કરોડના ખર્ચે વટવા જીઆઇડીસી ફાયર સ્ટેશનનું આયોજન છે. બીજા 100 કરોડના ખર્ચે નવા ફાયરના વાહન સહિત અન્ય વાહનોની ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. નવા સાધનોની સાથે ભવિષ્યમાં ફાયરના સ્ટેશનો ઊભા થતાં સ્ટાફની પણ ભરતી કરવામાં આવશે.

ચાંદખેડામાં ત્રાગડ રોડ પર 2.59 કરોડના ખર્ચે નવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. ત્રાગડ રોડ પર TP- 69માં 5585 ચોરસ મીટરના ખુલ્લા પ્લોટમાં ઓપન પાર્ટી પ્લોટ બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. આ ઓપન પાર્ટી પ્લોટમાં 76 ટુ વ્હીલર અને 27 કાર પાર્કિંગની સુવિધા હશે. ઓપન પાર્ટી પ્લોટમાં 1500 વ્યક્તિની કેપિસિટી હશે તેમજ પાર્ટી લોન, સ્ટેજ, એન્ટરન્સ ફોયર, બાઈડ એન્ડ સૂમ રૂમ, એન્ટરન્સ પ્લાઝા વીથ સ્ટેચ્યુ, કિચન એરિયા અને વોટર એરિયા જેવી સુવિધા હશે. હાલ શહેરમાં 90 જેટલા કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓડિટોરિયમ આવેલા છે. જેમ AMCના હસ્તકમાં હાલમાં 34 પાર્ટી પ્લોટ, 2 ઓપન એર થિયેટર, 42 કોમ્યુનિટી હોલ અને 7 ઓડિટોરિયમ આવેલા છે. લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગ માટે પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ ભાડેથી આપવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...