અમદાવાદ : રાજ્યમાં અસામાજિક તત્વોને કાબૂમાં કરવા માટે પોલીસ જેમ જેમ કડક કાર્યવાહી કરી રહી છે. તેમ તેમ બેફામ તત્વોની હિંમતમાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે. અજિત મીલ ચાર રસ્તા પાસે આવેલી રેસિડેન્સીમાં રહેણાંક મકાનમાં ઘાતકી હુમલો કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રખિયાલમાં અજીત મિલ પાસે તલવારો સાથે લોકો જૂની અદાવતમાં આતક મચાવ્યો હતો. ફરિયાદ મુજબ આરોપી તેમજ ફરિયાદ કરનાર સુંદરમનગર બાપુનગરમાં બાજુ-બાજુમાં રહે છે અને જૂના ઝઘડા ચાલતા હોય ગઇકાલે (14 એપ્રિલ) રાત્રે કોઈ સામાજિક પ્રસંગે રખિયાલમાં ભેગા થયા હતા. જૂની અદાવત અંગે મનદુઃખ રાખી ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી રખિયાલ ખાતે આરોપીઓ ફરિયાદીને માર મારવાના ઈરાદે હાથમાં તલવારો તેમજ છરા લઈને આવી પહોંચ્યા હતા. આ મામલે પોલીસે તમામ આરોપીઓને પકડી લીધા છે.
આરોપીઓના નામ
1. અફવાત મ. અંજુમ સિદ્દીકી
2. અસરફ અદાદતખાન પઠાણ
3. અમ્મર મ.અંજુમ સિદ્દીકી
4. મ. કાલિમ તોફીક સિદ્દીકી
5. મ. અજીમ તોફીક સિદ્દીકી
6. પઠાણ જાવેદ આલમ નિયાસ ખાન
7. સગીર વયનો આરોપી
અહીં માત્ર DGP સાહેબ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવાનું કે તમે માત્ર લિસ્ટ બનાવી આરોપીઓને રોકી નહિ શકો. આ લોકોને આકરી સજા કરવી પડશે સાહેબ નહિ તો એક દિવસ એવો આવશે કે પોલીસની જગ્યાએ આ ગુંડાઓ જ રાજ કરતા હશે.


