Wednesday, November 19, 2025

અમદાવાદમાં થયો હૃદય કંપી જાય એવો અકસ્માત, કાર ચાલકે બાઈકને મારી ટક્કર, યુવતીનું મોત

spot_img
Share

અમદાવાદ : એકબાજુ અસામાજીક તત્ત્વો કાયદાને પડકારી રહ્યા છે અને બીજીબાજુ વાહનચાલકો બેફામ થઈને રસ્તા પર વાહન હાંકી રહ્યા છે. આ વખતે પણ આવો જ એક બનાવ બન્યો છે. ઘટના એમ છે કે, અમદાવાદના તપોવન સર્કલ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત તપોવન સર્કલથી ઝુંડાલ બાજુના પટ્ટે સર્જાયો છે.જેમાં હિના પંચાલ નામની 25 વર્ષની યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અડાલજ પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર કાર ચાલક મોહિત ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના તપોવન સર્કલ પાસે પૂરપાટ આવતી કારે બાઈક પર આવતી યુવતીને અડફેટે લઈને ફંગોળી હતી. જે બાદ 25 વર્ષની યુવતી હિના પંચાલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ યુવતી ચાંદખેડામાં રહેતી હતી. હિના ગાંધીનગરથી નોકરી પતાવીને બાઈક પર પોતાના ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન આ ગોઝારો અકસ્માત થયો છે.અકસ્માત બાદ અડાલજ પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માત બાદ અડાલજ પોલીસે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે કારચાલકની કાર્યવાહી કરતાં એવું જાણવા મળ્યું છે કે, અને તે સાઉથ બોપલમાં રહે છે. અને યુવક મેરેજ ઈવેન્ટમાં કામ કરે છે. યુવકે પોલીસ કાર્યવાહી દરમિયાન કબૂલ્યું છે કે, ઊંઘ આવી જતા આ અકસ્માત સર્જાયો છે.

મૃતક દીકરીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં અપીલ કરતા જણાવ્યું છે કે, આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. અમારા ઘરનો ચિરાગ બુઝાયો છે. હવે અમે આ ઉંમરે એકલા થઈ ગયા છે. અમને ન્યાય મળવો જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...