Monday, September 21, 2026

અડાલજ-મહેસાણા હાઇવે પર આ બ્રિજનું સમારકામ, 15 મે સુધી ટ્રાફિકનું ડાયવર્ઝન, વૈકલ્પિક માર્ગો જાહેર

spot_img
Share

અમદાવાદ : અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમારકામ 15 મે, 2025 સુધી ચાલશે. ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.

અડાલજથી મહેસાણા જવા માટે વાહન ચાલકોએ કલોલ અંબિકાથી કલોલ ગાયત્રી મંદિર થઈને પિયજ ગામના પાટિયા તરફ જવું પડશે. ત્યાંથી વામજ, મેડાઆદરજ, કડી અને નંદાસણ થઈને મહેસાણા પહોંચી શકાશે.

મહેસાણાથી અડાલજ તરફ જવા માટે નંદાસણથી રાજપુર પાટિયા થઈને ઝુલાસણ ગામ, પાનસર ગામ, વડાવસ્વામી, ઈસંડ અને ઓળા ચોકડી માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાંથી જમણી બાજુ વળીને ઓળા-અમૃત હોટલ ચોકડી થઈને અડાલજ પહોંચી શકાશે.

મહેસાણાથી ગાંધીનગર જવા માટે બે વિકલ્પો છે. પ્રથમ રૂટમાં પાલાવાસણા ચોકડીથી રામપુરા ચોકડી થઈને ગોઝારિયા માર્ગે જઈ શકાશે. બીજા વિકલ્પમાં નંદાસણથી વડુ, પલિયડ, નારદીપુર અને રૂપાલ થઈને ગાંધીનગર પહોંચી શકાશે.

મહેસાણાથી અમદાવાદ જવા માટે નંદાસણ, કડી અને થોળ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. જાહેર જનતાને આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...