Monday, September 21, 2026

અમદાવાદમાં કાર સીધી પાર્લરમાં ઘૂસતા ભયાનક અકસ્માત સર્જાયો, ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ફરી એક અકસ્માતનો ગંભીર બનાવ સામે આવ્યો છે. બાપુનગરમાં બેકાબૂ કાર ડ્રાઇવરને કારણે મોટી જાનહાની સર્જાતા રહી ગઈ હતી. કારચાલકે રસ્તા પર ચાલતા ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. કાર ડ્રાઇવરે તેની કારને પાર્લરમાં ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે સકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ઘુમાવતા ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા. જે બાદ કાર નજીકના પાન પાર્લરમાં ઘૂસી હતી. આ ઘટનામાં એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ભાગીને બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો.

બીજી તરફ ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને લઈને સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જેમાં જે પણ ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હતા ત્યાં સ્થળ પર તેમના પર પહેલા લોકોનું ધ્યાન ગયું અને તેમની મદદ માટે દોડીને તેઓ પહોંચ્યા હતા. ઘટનાને લઈને લોકોના જીવ અધ્ધર આવી ગયા હતા. સાથે જ કાર ડ્રાઇવરની સામે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસને જાણ કરતા તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતા કારમાલિકનું નામ ધનશ્યામભાઇ મોઢેરા હોવાનું સામે આવ્યું. તેણે તેમના મિત્ર પિયુષ રાઠોડને કાર આપી હતી. જ્યારે પિયુષે તેના સાળાના પુત્ર 20 વર્ષીય રાહુલ પરમારને કાર ચલાવવા આપી હતી. તે કાર લઇને જતો હતો અને અકસ્માત કર્યો હતો. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...