Monday, September 21, 2026

અમદાવાદમાં AMTS બસ ઊભી રહે તે પહેલા ચાલુ બસે ઉતરવા જતાં વિદ્યાર્થિની પટકાતા ગંભીર

spot_img
Share

અમદાવાદ: શહેરમાંથી આજે વધુ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. શહેરના વિજયનગર ચાર રસ્તા પાસે એક વિદ્યાર્થિની ચાલુ બસમાંથી ઉતરવા જતા નીચે પડી ગઈ હતી. આ વિદ્યાર્થિની પડી જવાને કારણે તેને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ આ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મંગળવારે સવારે એક AMTS બસ મુસાફરોને લઈને ગોપાલ ચોકથી ઇસ્કોન તરફ જઈ રહી હતી. દરમિયાન AMTS બસમાંથી વિદ્યાર્થિની ચાલુ બસમાંથી ઉતરવા જતા રસ્તા પર રોડ પર પટકાઈ હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. પડી જવાના કારણે વિદ્યાર્થિનીને નાક અને કાનમાંથી લોહી નીકળતા 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જેમાં આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે. આ ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ગંભીર હોવાની માહિતી મળી રહી છે. નોંધનીય છે કે, આ બસ ગોપાલ ચોકથી ઇસ્કોન તરફ જઈ રહી હતી.

આ બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અને AMTS ના બસચાલક તેમજ કંડકટરનું નિવેદન લેવામાં આવ્યું છે. અને વિદ્યાર્થિનીનું નિવેદન પણ લેવામાં આવશે લોકોમાં ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે, આ વિદ્યાર્થિની પડી નથી તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, આ વિદ્યાર્થિની ચાલુ બસમાંથી કઈ રીતે પડી તે તો તપાસ દરમિયાન જ ખ્યાલ આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...