Sunday, February 8, 2026

અમદાવાદમાં ડમી વિદ્યાર્થીઓ અંગે શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે

spot_img
Share

અમદાવાદ: ડમી વિદ્યાર્થીઓને લઈને સીબીએસઈ બોર્ડની તપાસ બાદ હવે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલોને પરિપત્ર કર્યાે છે.જિલ્લા શિક્ષણ અધિકારીઓએ તમામ શાળાઓને ઉદ્દેશીને એક પરિપત્ર કર્યો છે અને આ મામલે કડક સૂચનો કર્યા છે.શાળામાં વિદ્યાર્થીનું માત્ર નામ બોલતું હોય અને વિદ્યાર્થી પોતે કોચિંગ ક્લાસમાં ભણવા જતો હોય એ પ્રકારનું કૌભાંડ છડે ચોક ચાલી રહ્યું છે. શાળામાં વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પૂરાઈ રહી હોવાની અનેક ફરિયાદોને પગલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કૃપા જ્હાએ તાબા હેઠળની તમામ બોર્ડની સ્કૂલોને વિદ્યાર્થીઓની હાજરીને લઈને પરિપત્ર કર્યાે છે. જેમાં જણાવાયું છે કે, જિલ્લામાં ગુજરાત બોર્ડ સિવાયની સીબીએસઈ તેમજ અન્ય બોર્ડ સાથે એફિલિયટેડ થયેલી શાળાઓમાં નવા સત્રની શરૂઆત થયેલી છે. જ્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં આગામી સમયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. જેથી તમામ સ્કૂલોએ શાળામાં નિયમિત હાજરીને લઈને નિયમોની અમલવારી કરવાની રહેશે.

શાળાઓમાં વિદ્યાર્થીઓ ગેરહાજર હોવા છતાં હાજરી પૂરાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. મુખ્યત્વે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ JEE, NEET પરીક્ષાની તૈયારીઓ માટે શાળાએ આવવાનું ટાળતા હોય છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ ન આવતા હોવા છતાં ચોપડે હાજરી પૂરાતી હતી. શાળાઓમાં ચાલતી આ પ્રકારની બેદરકારી હવે નહીં ચલાવી લેવાય. તે મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને ઉદ્દેશીને એક પરિપત્ર જાહેર કર્યો છે.

નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં શાળાઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં મુખ્ય આદેશો મુજબ…

શાળાઓમાં વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત છે.
દરરોજ ઓછામાં ઓછું 5 કલાક શૈક્ષણિક કાર્ય થવું જરૂરી છે.
શાળાઓમાં નિયમિત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.
હાજરીમાં અનિયમિતતા જણાય તો શાળાની માન્યતા રદ થઈ શકે છે.
કોઈપણ શાળા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવી શકશે નહીં.

DEO ટીમ દ્વારા શાળાઓમાં નિયમિત ચકાસણી કરવામાં આવશે, અને જો કોઈ શાળા નિયમોનું પાલન નહીં કરે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. આ પરિપત્રનો હેતુ શાળાઓને આગામી શૈક્ષણિક સત્રથી જ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવાનો છે. DEOના આ પગલાંથી શાળાઓમાં શિસ્ત અને જવાબદારી વધશે તેવી આશા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ શાળાની નિયમિત હાજરી અને શૈક્ષણિક પ્રક્રિયામાં સહયોગ આપે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...