Thursday, September 10, 2026

નારણપુરા-ઘાટલોડીયામાં આતંકી હુમલાના મૃતકોને VHP-બજરંગદળની પુષ્પાંજલિ, જય શ્રીરામના નારા લાગ્યા

spot_img
Share

અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો દેશભરમાં ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આતંકી હુમલામાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે. ત્યારે અમદાવાદમાં સોસાયટીઓ, સંગઠનો અને નાગરિકો દ્વારા ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ સહિત કેન્ડલ માર્ચના કાર્યક્રમ થઇ રહ્યા છે ત્યારે અમદાવાદના નારણપુરા-ઘાટલોડીયામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શહેરના નારણપુરા વિસ્તારમાં અંકુર ચાર રસ્તા પાસે બજરંગ દળ દ્વારા મૃતકોના ફોટા સાથે બેનર લગાવી તેના પર ફૂલહાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.નારણપુરા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય જીતુ ભગત સહિત નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરો અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.લોકોને અપીલ કરવામાં આવી હતી કે, મુસ્લિમ સમાજના લોકોની દુકાનમાંથી કોઈએ ચીજ વસ્તુ ખરીદવી નહીં માત્ર હિન્દુની જ દુકાનમાંથી ચીજ વસ્તુ ખરીદવી.

શહેરના ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતે મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ, આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વિસ્તારના પ્રભાત ચોકના દરેક વેપારી જોડાયા હતા અને જાહેર જનતા પણ જોડાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન બજરંગ દળના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલાં નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓએ હિન્દુઓને ધર્મ પૂછીને ટાર્ગેટ કરીને બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી.વેપારીઓને એવા સંદેશ આપ્યા છે કે, હિન્દુઓ પાસેથી ખરીદી કરો. તમારી આસપાસ કોઈ વિધર્મીની દુકાન આવે તો બજરંગ દળને જાણ કરો અને જાગવું પડશે.

અમદાવાદના રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજના યુવકો, આગેવાનો અને મહિલાઓ દ્વારા પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રધાંજલિ પણ અપાઈ હતી. રાજપૂત સમાજના સભ્યોએ કેન્ડલ પ્રગટાવી મૃતકોના આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરાઈ હતી.રાજપૂત યુવકોએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજે મુગલો સામે હંમેશા મજબૂતાઈથી લડીને મુગલોને સબક શીખવાડ્યો હતો. તે જ રીતે ભારત પાકિસ્તાનને સબક શીખવે. રાજપૂત યુવકોને પાકિસ્તાન બોર્ડર પર મોકલવાની રજૂઆત પણ કરાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...