Wednesday, June 17, 2026

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણુંક, કાર્યકર્તાઓમાં ઉત્સાહ

spot_img
Share

અમદાવાદ : પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ શહેરોના પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા બાકી રહેલા શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર અને પંચમહાલ ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષપદે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની નિમણુંક કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રેરક શાહની વાત કરીએ તો ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા આર્થિક સેલના પ્રદેશ સંયોજક, ભાજપના ફેમસ મીડિયા એક્સપર્ટ, ફાઇનાન્સિયલ એક્સપર્ટ અને પ્રખર વિદ્વાન વક્તા તરીકે ગણના થાય છે. કેન્દ્ર સરકારનું બજેટ હોય કે રાજ્ય સરકારનું બજેટ ભાજપ તરફથી ફાઇનાન્સિયલ એક્સપર્ટ પ્રેરક શાહ વિરોધીઓને આંકડાકીય માહિતી સાથે અભ્યાસું તરીકે પોતાની વાત રજુ કરવામાં જાણીતા છે.

આ ઉપરાંત ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષની પણ જાહેરાત કરવામાં આવી છે. આશિષ દવેની ગાંધીનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.આશિષ દવે GUDAના ચેરમેન રહી ચુક્યા છે. આશિષ દવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા.પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ડૉ. ચેતનાબેન તિવારી (રૂપારેલ)ની નિમણૂંક કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે.પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઇની વરણી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...