Thursday, March 5, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સામે આ રોડ ચાર મહિના માટે રહેશે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલવે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. આ કામકાજ અંતર્ગત રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર બનાવવામાં આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેના ભાગે એલીવેટેડ રોડના નિર્માણ માટે ગર્ડર લોન્ચીંગ તથા અન્ય કામગીરી ક્રેઈન તથા અન્ય મશીનરી સાથે કરવામાં આવનાર છે. આ કામગીરી તા.01/05/2025 થી તા.31/08/2025 સુધી 3 મહિના સુધી 24.00 કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક), અમદાવાદ શહેર, એ તોડી પાડવામાં આવેલ કાલુપુર રેલ્વે સ્ટેશનની જગ્યા પર નવા આધુનિક રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રિજના નિર્માણને કારણે ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

રેલ્વે સ્ટેશનની સામેના રોડ પર સ્થિત પિલર નંબર P24 અને P27 વચ્ચેના વિભાગમાં એલિવેટેડ રોડ માટે ગર્ડર લોંચિંગ અને અન્ય બાંધકામ પ્રવૃત્તિઓનો સમાવેશ કરે છે. આ કામ માટે ક્રેન્સ સહિતની ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે, જે 1 મે, 2025 થી 31 ઓગસ્ટ, 2025 સુધી દરરોજ 24 કલાક ચાલુ રહેવાનું છે.

વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
રેલવે સ્ટેશનની સામેના રોડ ઉપર આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેનો આશરે 40 મીટર જેટલો રોડ બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ
સાળંગપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર સીધે સીધા રેવડી બજાર થઈ બી.બી.સી. માર્કેટ થઈ રીડ હોટલ તરફથી વણાંક લઈ કાલુપુર ઈનગેટ તરફ તેમજ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે. તેમજ કાલુપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર કે જે કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલ એક તરફનો રોડ ચાલું છે તે માર્ગ થઈ સાળંગપુર તરફ જઈ શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...