Wednesday, April 29, 2026

RTE હેઠળ પ્રવેશમાં વધારાના દસ્તાવેજો ન માંગવા DEO દ્વારા શાળાઓને આદેશ

spot_img
Share

મદાવાદ : અમદાવાદ શહેર સહિત રાજ્યની અનેક સ્કૂલો દ્વારા વાલી RTE હેઠળ મળેલ પ્રવેશ કન્ફર્મેશન માટે જાય છે ત્યારે સ્કૂલો દ્વારા વધારાના દસ્તાવેજ માંગણી સ્કૂલો દ્વારા થતી હોવાની વિગતો સામે આવી છે. જેમાં આવકનો દાખલો ફોર્મ ભરતી વખતે સબમિટ કર્યો હોવા છતાં આવકના અન્ય પુરાવાઓ માંગતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેને લઈને બાળકોના પ્રવેશ કન્ફર્મેશન માટે જતા વાલીઓ પાસેથી ખોટા કે વધારાના કોઈ પણ દસ્તાવેજ ન માંગવા માટે શાળાઓને આદેશ કરવામા આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, DEO દ્વારા તમામ ખાનગી શાળાઓને RTEના પ્રવેશને લઈને પરિપત્ર કરવામા આવ્યો છે અને સૂચના આપવામા આવી છે કે, RTEમાં જેટલા બાળકોને પ્રવેશ ફાળવાયો છે તેટલા બાળકોના વાલીઓ સ્કૂલમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા માટે આવે ત્યારે તેઓ પાસેથી જરૂર હોય તેટલા જ ડોક્યુમેન્ટની ઓરિજનલ કોપી માંગવામા આવે તેમજ એડમિટ કાર્ડમાં જણાવ્યા સિવાયના વધારાના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ કે દસ્વાતેજ વાલી પાસેથી માંગવામા ન આવે.એડમિટ કાર્ડમાં જણાવ્યા સિવાયના વધારાના કોઈ પણ ખોટા ડોક્યુમેન્ટ કે દસ્વાતેજ વાલી પાસેથી માંગવામા ન આવે.

બાળકોને પ્રવેશ આપી દેવાની કાર્યવાહી 8મી મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રવેશ કન્ફર્મ થતા વાલીને ફરજીયાત પહોંચ આપવાની રહેશે. જો બાળકનો પ્રવેશ થયો હશે અથવા તો વાલીએ કન્ફર્મ કરાવ્યો હશે અને જો સ્કૂલે એડમિટ કરવાની કાર્યવાહી નહીં કરી હોય તો તે જગ્યા ખાલી સમજી બીજા રાઉન્ડમાં તેના પર બીજા વિદ્યાર્થીને પ્રવેશ અપાશે. જેથી એક જ જગ્યા પર બે વિદ્યાર્થીના પ્રવેશ થશે તો જવાબદારી સ્કૂલની રહેશે અને જો સ્કૂલ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ મંગાશે તો પણ સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...