Monday, September 21, 2026

આવતીકાલે અમદાવાદ સહિત આ 15 જિલ્લામાં વાગશે યુદ્ધનું સાયરન; સાયરન વાગે ત્યારે શું કરવું?

spot_img
Share

અમદાવાદ : દેશભરમાં આવતી કાલે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જો 7 મેએ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં. આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે. આ દરમિયાન ‘યુદ્ધવાળું સાયરન’ વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે?

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારત સરકારે 1971ના જંગ બાદ પ્રથમવાર આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. દેશભરમાં આવતી કાલે મોકડ્રિલનું આયોજન કરાયું છે. ત્યારે મોક ડ્રિલના આયોજન અંગે કેન્દ્ર સરકાર સાથે વિડિઓ કોંફરન્સ દ્વારા મિટિંગનું આયોજન કર્યું છે. ગુજરાતમાંથી અધિકારીઓ કેન્દ્ર સરકારની વીસીમાં જોડાયા હોવાની માહિતી છે. સિવિલ ડિફેન્સ DG મનોજ અગ્રવાલ, મુખ્ય સચિવ પંકજ જોશી વીસીમાં જોડાશે. સિવિલ ડિફેન્સ સાથે જોડાયેલ અધિકારીઓ પણ વીસીમા હાજર રહેશે. આવતી કાલે ગુજરાતમાં 15 જિલ્લાઓમાં મોકડ્રિલ યોજાશે. જેમાં સાયરન, યુદ્ધ અભ્યાસ, સિવિલ ડિફેન્સ તાલીમ સહિતની બાબતો પર મોક ડ્રિલ યોજાશે. વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, નર્મદા, નવસારી અને ડાંગનો સમાવેશ થાય છે.

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોકડ્રીલ કરવા જઈ રહી છે. સાત મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોકડ્રીલનું આયોજન કરાશે. જેના માટે ત્રણ કેટેગરીમાં 259 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે 1971ના જંગ બાદ પ્રથમવાર ભારત સરકારે આવી મોકડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે આખરે સાયરન શું હોય છે? કયાં લગાવવામાં આવે છે? તેનો અવાજ કેવો હોય છે? કેટલા દૂર સુધી સંભળાય છે? અને તે વાગે ત્યારે લોકોએ શું કરવું જોઈએ?

જયારે સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં. તેમજ તાત્કાલિક એટલે કે 5થી 10 મિનિટમાં સલામત સ્થળોએ પહોંચી જવું. ખુલ્લા વિસ્તારોથી દૂર ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર રહેવું. આ ઉપરાંત ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપવું. તેમજ અફવાઓથી દૂર રહેવું અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું.

સાયરન વાગવું: ખૂબ ઊંચા અવાજમાં સાયરન વાગી શકે છે, જે લોકોને સાવધાન કરવા અને છુપાવાનો સંકેત હશે.
કેમોફ્લેઝ એક્સરસાઈઝ: અમુક સંવેદનશીલ બિલિંગ્સ અને વિસ્તારોમાં છુપાવાનો અભ્યાસ કરવાં આવશે, જેથી ઉપગ્રહો અને દુશ્મનના ડ્રોનથી બચાવ કરી શકાય.
જનતાને ટ્રેનિંગ: સ્કૂલ, કોલેજ અને ઓફિસમાં લોકોને શીખવવામાં આવે કે ઇમરજન્સીમાં કેવી રીતે શાંત રહેવું, શેલ્ટર કેવી રીતે શોધવું અને બેઝિક ફર્સ્ટ એડ કેવી રીતે આપવી.

આ કવાયતમાં જિલ્લા વહીવટીતંત્ર, હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ વોર્ડન, NCC, NSS, નહેરુ યુવા કેન્દ્ર અને વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પછી, દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે શું શીખ્યા છે અને શું સુધારાની જરૂર છે તેનો અહેવાલ આપવો પડશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...