Monday, September 21, 2026

ભારતનાં ઓપરેશન ‘સિંદૂર’થી હચમચ્યું પાકિસ્તાન, માત્ર 33 મિનિટમાં 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો

spot_img
Share

અમદાવાદ: કાશ્મીરના પહેલગામમાં એપ્રિલ 22ના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ત્રણ ગુજરાતીઓ સહિતના 26 નિર્દોષ પર્યટકોની હત્યા કરાયા બાદ ભારતે પાકિસ્તાનના નવ લોકેશન્સ પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ મે 07ના રોજ વહેલી સવારે મિસાઈલ સ્ટ્રાઈકથી જૈશ-એ-મહોમ્મદ અને લશ્કર-એ-તોઈબા જેવા આતંકવાદી સંગઠનોના હેડક્વાર્ટર ઉપરાંત અન્ય આતંકી ઠેકાણાંને ભારતીય સૈન્ય દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનના પંજાબમાં આવેલા બહવાલપુર સ્થિત JeMના હેડક્વાર્ટર અને LeTના મુરિદકેમાં આવેલાં ઠેકાણાંનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય વાયુસેનાએ મંગળવારે મધ્યરાત્રિ પછી પાકિસ્તાન અને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર એરસ્ટ્રાઈક કરી. ભારતે માત્ર 33 મિનિટમાં જ ‘ઓપરેશન સિંદૂર’ને પાર પાડ્યું.આ હુમલામાં 7 શહેરોમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, આમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

જોકે, ભારતે આ મામલે એવું નિવેદન આપ્યું છે કે તેણે માત્ર આતંકી ઠેકાણાંને જ ટાર્ગેટ બનાવ્યા છે અને પાકિસ્તાની મિલિટરી ફેસિલિટીઝને તેમાંથી બાકાત રાખવામાં આવી છે.પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ પણ ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ દ્વારા આ અટેક કરાયા છે.

ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના 15 દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું હતું. આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...