Monday, September 21, 2026

‘ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે’, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મોટો દાવો

spot_img
Share

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. સમાચાર એજન્સી રોઇટર્સે આ દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. આ દરમિયાન, ટ્રમ્પે આ દાવો કર્યો છે. ટ્રમ્પે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાતભર ચાલેલી લાંબી વાતચીત બાદ, બંને દેશો સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમણે બંને દેશોને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા વિનંતી કરી. જોકે, ભારત અને પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

યુએસ પક્ષે તેને બંને દેશોની “સામાન્ય સમજ અને મહાન શાણપણ”નું પરિણામ ગણાવ્યું, અને બંને દેશોને આ નિર્ણય બદલ અભિનંદન આપવા હાકલ કરી. હવે એવી અપેક્ષા છે કે સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે વધુ પ્રયાસો કરવામાં આવશે. સકારાત્મક પગલાં લેવામાં આવશે.

પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે કહ્યું, ‘પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે.’ પાકિસ્તાન હંમેશાં તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...