Wednesday, April 29, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવીન પહેલ, “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત “Dietician OPD” નો પ્રારંભ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં “Dietician OPD” (રૂમ નં. G-025) શરૂ કરવામાં આવી છે.જે દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે.મેદસ્વિતા ઘટાડવા તેમ જ NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા સગર્ભા અને ધાત્રી માતાઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાંથી મેદસ્વિતા ઘટાડવાનાં સંકલ્પને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજયમાં આદરેલા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં “Dietician OPD” (રૂમ નં. G-025) શરૂ કરવામાં આવી છે.

જે દરરોજ સવારે 9:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 સુધી કાર્યરત રહેશે. આ OPD માં મેદસ્વિતા ઘટાડવાનાં આશય સાથે , NCD ધરાવતા દર્દીઓ, કુપોષિત બાળક તથા ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા યોગ્ય આહારની માર્ગદર્શિકા, પોષણ કાઉન્સેલિંગ અને વ્યક્તિગત ડાયટ પ્લાન આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય Non-Communicable Diseases (NCDs) જેવી કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને સ્થૂળતા સામે જાગૃતિ અને યોગ્ય પોષણ માર્ગદર્શન માટે મેદસ્વિતામુકત ગુજરાત અભિયાન અમલમાં છે. આ અભિયાનને વધુ સાર્થક બનાવવાના ઉમદા હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...