Monday, September 21, 2026

નવા વાડજમાં તિરંગા યાત્રાનું આયોજન, ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી

spot_img
Share

અમદાવાદ : ઓપરેશન સિંદૂરની સફળતા પછી ભારતીય જનતા પાર્ટી મંગળવારથી દેશભરમાં 11 દિવસની ‘તિરંગા યાત્રા’ શરૂ કરશે. ભારતીય જનતા પાર્ટી 13 મે થી 23 મે દરમિયાન દેશભરમાં `તિરંગા યાત્રા` કાઢવા જઈ રહી છે. આ 10 દિવસના રાષ્ટ્રવ્યાપી પ્રવાસનો ઉદ્દેશ્ય તાજેતરમાં સફળ થયેલા ઑપરેશન સિંદૂરની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય જનતા પાર્ટી 13 મે થી 23 મે દરમિયાન દેશભરમાં `તિરંગા યાત્રા` કાઢવા જઈ રહી છે, જેનો પ્રારંભ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે 13મી મેએ અમદાવાદ શહેરમાં વિવિધ સંસ્થાઓના સંકલનથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યે વાડજથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ તિરંગા યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. આ તિરંગા યાત્રામાં વિવિધ સંસ્થાઓ સાથે બીજેપીના નેતાઓ અને ધારાસભ્યો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે.

આ અભિયાન દ્વારા, ભાજપ જનતાને જણાવશે કે કેવી રીતે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય આત્મસન્માનને મજબૂત બનાવ્યું. ભાજપનો ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂરની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે.

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ દ્વારા ઘણા નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ 7 મેના રોજ આતંકવાદીઓના ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...