Sunday, March 15, 2026

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન : નારણપુરામાં મહિલા કાર ચાલકે બાઇકને અડફેટે લીધી, એક યુવાનનું મોત

spot_img
Share

અમદાવાદ: શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના નારણપુરાના અંજલી ક્રોસ રોડ પાસે મહિલા કાર ચાલકે બાઈક પર સવાર બે યુવાનોને અડફેટે લીધા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે જ્યારે અન્ય યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ બંન્ને યુવાન ગીરસોમનાથના વતની હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત કરીને મહિલા કાર ચાલક ફરાર થઈ ગઈ હતી. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. કારના નંબર પરથી તેના માલિક સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,મંગળવારે મોડી રાત્રે નારણપુરા અંજલી ક્રોસ રોડ પાસે ઉપરથી એક સફેદ રંગની ક્રેટા કારનો નંબર GJ01 WF 8540 પૂરઝડપે પસાર થઈ રહી હતી. ગાડી ચાર રસ્તા ઉપર આવતાની સાથે જ ગાડીએ સામેથી બાઈક ઉપર આવી રહેલા બે યુવકોને અડફેટે લીધા હતા. જોકે ગાડીની સ્પીડ એટલી બધી હતી કે બાઈક ગાડીની અંદર જ ઘૂસી ગયું હતું અને બંને યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા .108ની ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા બેમાંથી એક યુવક મૃત્યુ પામ્યો હતો. જ્યારે અન્ય એક ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

અક્સ્માત બાદ મહિલા કાર છોડીને ફરાર થઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે, આ બંને યુવાનો મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યુ છે. ગીર સોમનાથના આર્યન બારડ અને બ્રિજેશ ડોડીયા બાઇક પર સવાર હતા.

થોડા સમય પહેલા પણ અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બાપુનગરમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં નિકોલના રહેવાસી નિવૃત્ત વિક્રમસિંહ ઝાલા (ઉં.વ. 64) વહેલી સવારે પોતાના નિયમિત સમયે ચાલવા માટે બહાર નીકળ્યા હતા. બાપુનગર ખાતે આવેલા BRTS એપ્રોચ રોડની રેલિંગમાં વિક્રમસિંહ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે તેમને એક પૂર ઝડપે આવેલાં મોટરસાઇકલ ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં વિક્રમસિંહ નીચે પટકાયા હતા, એટલાં નજીકના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...