Tuesday, April 28, 2026

અમદાવાદની જીન્સની ફેક્ટરીમાં મોટો બનાવ, સિવેજ ટાંકામાં ઉતરેલા 3 યુવકના કમકમાટીભર્યા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની દાણીલીમડા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકના મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડા ખોડિયાર નગરની જીન્સ બનાવતી કંપનીમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. કંપનીમા જિન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતારેલ ત્રણ યુવક પૈકી સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારના કરુણ મોત નિપજ્યા છે. ત્રણે યુવકોના મૃતદેહ ટાંકી મા રાતભર અંદર રહ્યા હોવાની વાત પરિજનોઓ કરી રહ્યાં છે. ત્રણેય યુવકના પરિજનોને આ વિશેની જાણ થતા જ મણિનગરની એલજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવી હોસ્પિટલમા ખડકાયો છે.ત્રણેય યુવકો 25 થી 30 વર્ષની વયના હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. એમકે ક્રિએશન કંપનીના સંચાલક અને કંપનીના માલિક સામે ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બંનેને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય યુવકો સવારે ઘરેથી નીકળી કામ કરવા ગયા હતા. યુવકો અલગ કામ કરતા હતા. જોકે આજે મજૂરી મળે માટે ટાંકી સાફ કરવા ગયા. સુનિલ ટાંકી સાફ કરવા ઉતર્યો હતો, જે અંદર પડતા બાદમાં પ્રકાશ અંદર પડ્યો હતો. તેમને બંનેને બચાવવા વિશાલ ટાંકામાં પડ્યો હતો. ત્રણેય મૃતક યુવકના પરિવારે ન્યાય અને વળતર માટે માંગ કરી છે. કંપનીએ સેફટીના સાધનો ન આપતા બનાવ બન્યાના પરિજનોના આક્ષેપ છે. કંપનીની ભૂલના કારણે બનાવ બન્યા તેવું પરિજનોએ કહ્યું.

મૃતક સુનિલ રાઠવાના પરિવારમાં સુનિલ અને તેની માતા જ છે. તેના પિતાનું 5 મહિના પહેલા મોત થયું હતું. સુનિલ ઘરનો એકનો એક સહારો હતો, જે કુદરતે છીનવી લીધો છે. જ્યારે વિશાલના ઘરમાં માતા પિતા અને મોટો ભાઈ છે. વિશાલની ગઈ કાલે પહેલી મેરેજ એનિવર્સરી હતી અને આજે બનાવ બન્યો. પ્રકાશના ઘરમાં માતા અને ભાઈ અને બહેન છે. જ્યારે પિતાનું 15 વર્ષ પહેલાં મોત નિપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...