Wednesday, January 21, 2026

અમદાવાદમાં એક જ દિવસમાં AMTS બે અકસ્માતો, ટેમ્પોચાલક અને પેસેન્જર ઇજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસના બે અલગ-અલગ અકસ્માત સર્જાયા છે. આ અકસ્માતમાં 15 મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી છે. દિલ્હી દરવાજા પાસે બે AMTS બસ વચ્ચે અકસ્માત સર્જાતા 3 મહિલાને સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે કાલુપુર બ્રિજ પાસેના અકસ્માતમાં બસની પાછળ ટેમ્પો ઘૂસી જતા ટેમ્પોચાલક ઇજાગ્રસ્ત થયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રથમ અકસ્માતની ઘટનામાં શહેરના દિલ્હી દરવાજા પાસે બપોરના સમયે AMTS બસ જઈ રહી હતી, એક બાઈક ચાલક અચાનક આગળ આવી જતા પાછળથી આવી રહેલ અન્ય બસ સાથે ટકરાઈ હતી. બે બસ વચ્ચેના અકસ્માતમાં બસમાં બેઠેલા 15 જેટલા પેસેન્જરને નાની-મોટી ઈજા પહોંચી છે. જોકે, 3 મહિલાને વધુ ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી.

બીજી અકસ્માતની ઘટનામાં કાલુપુર બ્રિજ પર બપોરના સમયે AMTS બસ પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી લોડિંગ ટેમ્પો આવી રહ્યો હતો, જે બસમાં પાછળ ઘૂસી ગયો હતો. લોડિંગ ટેમ્પો ચાલકને અકસ્માતમાં ઇજા પહોંચી હતી. બનાવને કારણે બ્રિજ પર ટ્રાફિકજામ પણ થયો હતો. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે AMTS બસોના ધણા ડ્રાઇવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતાં નથી. ચાલુ બસે મોબાઈલ પર વાતો કરતાં હોય છે. દારૂ પીને બસો ચલાવતાં હોય છે. જેથી અસામાન્ય વધુ સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ના થતો હોઈ અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે તેમ છતાં સત્તાધારી AMTS ના હોદ્દેદારો મળતીયા કોન્ટ્રાકરોને છાવરે છે શા માટે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...