Monday, September 21, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને પગલે નારણપુરામાં આ રસ્તાઓ રહેશે બંધ; જાણો વિગત…

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે 18 મેના રોજ નારણપુરા વિસ્તારમાં નવા બનેલા પલ્લવ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમ દરમિયાન એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે વાહન વ્યવહારને સુચારુ રાખવા માટે કેટલાક માર્ગો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ આજે તા.18/05/2025 ના રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીના વરદ હસ્તે નારણપુરા વિસ્તારમાં નવા બનેલ પલ્લવ ઓવરબ્રિજનું ઉદઘાટન તથા નારણપુરા ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ હોય જે કાર્યક્રમ દરમિયાન જેમાં VIPs/VVIPs ઉપરાંત મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ BRTS કટ સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.

કયો રસ્તો રહેશે બંધ?
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ બી.આર.ટી.એસ. સ્ટેશન 52 સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે. આ પ્રતિબંધ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે આજે બપોરે ૨:૦૦ વાગ્યાથી અમલમાં રહેશે.

આ છે વૈકલ્પિક માર્ગ
વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે શાસ્ત્રીનગર ચાર રસ્તાથી કોનવાલે કટ તરફ વળી, ત્યાંથી ડાબી બાજુ ટેલીકોમ એક્સચેન્જ ચાર રસ્તા થઈ, પારસનગર ટી પાસેથી એ.ઇ.સી. બ્રિજ તરફના માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસે લોકોને સહકાર આપવા અને સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

આ સાથે સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમા રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.15/05/2025ના સાંજ કલાક 16:00 થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં ખાસ/સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...