Tuesday, April 28, 2026

અમદાવાદમાં આ બ્રિજના સમારકામને પગલે આ રસ્તાઓને વન-વે જાહેર કરાયા; જાણો વિગતો

spot_img
Share

અમદાવાદ: સાળંગપુર બ્રિજનું સમારકામ આગામી 30મી જૂન 2026 સુધી ચાલનાર હોવાથી અને આ બ્રિજ વાહનોની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો હોવાથી, તેના કારણે કાંકરિયા અણુવ્રત સર્કલ, પારસી અગીયારી અને વાણિજ્ય ભવન સર્કલ પર ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું છે. આ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે અંતર્ગત આ વિસ્તારના કેટલાક માર્ગોને વન-વે જાહેર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, લખનઉ જલેબી ત્રણ રસ્તાથી કાંકરિયા ગેટ નં.3 થી અણુવ્રત સર્કલ સુધીનો આશરે 800 મીટરનો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. જેના જેનો વૈકલ્પિક માર્ગ તરીકે ફૂટબોલ ગ્રાઉન્ડ તરફથી આવતો ટ્રાફિક કાંકરિયા ગેટ નં.૩ થી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી ડાબી બાજુ વળી કાલુપુર તરફ તેમજ જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઇ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તરફ જઈ શકશે. તેમજ મજૂરગામ તરફથી આવતો ટ્રાફિક પારસી અગિયારીથી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તેમજ કાંકરિયા ગેટ નં.3 ઇક્કા કક્લબ અરેના સ્ટેડીયમ તરફ જઈ શકશે. તે ઉપરાંત રાયપુર તરફથી આવતો ટ્રાફિક લખનઉ જલેબી ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી વાણિજ્ય ભવન સર્કલથી જમણી બાજુ વળી અણુવ્રત સર્કલ થઈ અનુપમ બ્રિજ ખોખરા, મણીનગર તેમજ કાંકરિયા ગેટ નં.3 ઇક્કા ક્લબ અરેના સ્ટેડીયમ તથા ફૂટબોલ ગ્રાઉન્ડ તરફ જઈ શકશે.

તે ઉપરાંત અણુવ્રત સર્કલથી વાણિજ્ય ભવન ચાર રસ્તાથી ડાબી બાજુ વળી લખનઉ જલેબી ત્રણ રસ્તા સુધીનો આશરે 600 મીટરનો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ખોખરા અનુપમ બ્રિજ તેમજ મણીનગર તરફથી આવતો ટ્રાફિક અણુવ્રત સર્કલ થી ડાબી બાજુ વળી કાંકરિયા ગેટ નં.3 થી જમણી બાજુ વળી રાયપુર ચાર રસ્તાથી કાલુપુર તરફ જઈ શકશે. તેમજ કાલુપુર તથા ન્યુ-ક્લોથ માર્કેટ તરફથી આવતો ટ્રાફિક વાણિજ્ય ભવન સર્કલ થઇ અણુવ્રત સર્કલ થઇ જમણી બાજુ વળી કાંકરિયા ગેટ નં.3 થી ફૂટબોલ ગ્રાઉન્ડ થી ભુલાભાઈ તેમજ મજૂરગામ તરફ જઈ શકશે.

ઉલ્લેખનીય છે કે આ જાહેરનામાનો અમલ 18 મે રાત્રે 12 વાગ્યાથી કરવામાં આવશે. પોલીસ કમિશનરના હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...