Sunday, January 18, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 132 ફૂટ રિંગ રોડ પરના પલ્લવ બ્રિજનું ઉદ્ધાટન

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર નારણપુરામાં આવેલ પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે, સાથો સાથ ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કર્યું છે.

આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, ‘આજે હું તમારા પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી અને મેયરનો આભાર માનવા આવ્યો છું. ત્રણ લોકસભા વિસ્તારમાં 1600 કરોડનું વિકાસ કાર્યો થયા છે. જેનું એક સાથે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે. પલ્લવ બ્રિજ જોઈને ગદગદ થઈ ગયો છું, જેનાથી 1.5 લાખ વાહનો સિગ્નલ ટ્રાફિક વિના નીકળી શકશે’…ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1593 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

તેઓએ વધુમાં કહ્યું કે, ‘પાકિસ્તાનના 9 સ્થળો પર આતંકવાદના અડ્ડાઓ ધ્વસ્ત કરી દીધા છે. દેશની મહિલાઓની માથા પરથી સિંદૂર દૂર કરવાવાળા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ ખતમ થયા અને પાકિસ્તાન ખુલ્લું પડી ગયું છે. 100 કિલોમીટર અંદર જઈ આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે.

અગાઉ આજે 18 મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સૌથી પહેલાં તેમણે સોલા સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસીત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાના મહાસંમેલનમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓ મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાદરા અને ગોજારીયા ખાતે કે.કે પટેલ નર્સિંગ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાણંદ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...