Monday, September 21, 2026

આજથી ફરી ધમધમ્યા બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર, જુઓ ઓપરેશન ક્લીન ચંડોળા 2.0ના ડ્રોન Video

spot_img
Share

મદાવાદ : મેટ્રોસિટી અમદાવાદમાં હવે ફરી એકવાર આજથી ઓપરેશન ક્લિન ચંડોળા શરૂ થયું છે. આજથી ઓપરેશન ક્લીન ચંડોળાનો બીજો તબક્કો (ઓપરેશન ક્લિન ચંડોળા 2.0) શરૂ થયો છે. નોંધનીય છે કે, અગાઉ ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર દબાણો હટાવાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બીજા તબક્કામાં ચંડોળા તળાવ પર છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. સૂર્યનગર પોલીસ ચોકીથી શાહઆલમ તરફનો ભાગ છોટા તળાવ વિસ્તાર કહેવાય છે. હાલ તે વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે. સવારે 11.30 વાગ્યા સુધીમાં 45 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કાટમાળ હટાવી ત્યાં દિવાલ બનાવાશે તથા 2 દિવસમાં જ સંપૂર્ણ ડિમોલિશન કામગીરી પૂર્ણ કરાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયા જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશે.

ચંડોળા તળાવ પર બીજા તબક્કાની ડિમોલિશનની કામગીરી શરૂ કરાઇ છે. ડિમોલેશન મામલે JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે ફેઝ 1માં બાંગ્લાદેશી અને કુખ્યાત લોકોને ટાર્ગેટ કરી ડિમોલેશન કરાયું હતું. પાર્ટ 2માં તળાવ પર રહેલા ગેરકાયદે મકાનો તોડવામાં આવી રહ્યા છે. લલ્લા બિહારીથી લઈ તમામ બાંગ્લાદેશી ઘૂસણખોરોના દબાણ દૂર કરાયા છે.2.50 લાખ ચોરસ મીટર તળાવની આસપાસની જગ્યા ખાલી કરવામાં આવશે. 4 દિવસમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું.

છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઈકથી જાણ કરવામાં આવે છે કે 20 મે પહેલા ચંડોળા તળાવ વોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે. જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવાપાત્ર હોવાથી દાણીલીમડા ખાતે આવેલી વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...