Tuesday, April 28, 2026

અમદાવાદમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં બેના મોત, એકને ઈજા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શનિવારે (27 મે) શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ બની હતી, અમદાવાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પર બે યુવક બાઇક પર જઈ રહ્યાં હતાં,. આ સમયે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ડિવાઈડર અને લાઈટના થાંભલા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય યુવકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો છે. બીજા બનાવમાં APMC પાસે ડમ્પરે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના કાંકરિયામાં રહેતો અલ્પેશ મઢવી તેમના મિત્ર પ્રકાશ પરમાર સાથે બાઈક પર રિવરફ્રન્ટ ઇસ્ટ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. સવારે લગભગ 8થી 8:30 વચ્ચે સરદારબ્રિજ નજીક પહોંચ્યા અચાનક બાઈક પરથી કંટ્રોલ ગુમાવતા બાઈક ડિવાઇડર અને લાઈટના થાંભલા સાથે અથડાયુ હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, અલ્પેશના માથામાં ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેસેલા પ્રકાશ પરમારને સામાન્ય ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ ઘટના અંગે આગળની તપાસ શરૂ કરી છે.

જયારે બીજી ઘટનામાં વેજલપુરમાં રહેતો 18 વર્ષીય હમઝા અન્સારી નામનો યુવક APMC ચાર રસ્તા પરથી ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જઈ રહ્યો હતો, ત્યારે એક ડમ્પરે હમઝાને ટક્કર મારી હતી. હમઝાને ટક્કર વાગતા શરીરના ભાગે ઈજા થઈ હતી, જેથી સારવાર માટે 108 દ્વાર સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હમઝાનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...