અમદાવાદ : IPL 2025 તેના સમાપન નજીક છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન 18 ની ફાઇનલ મેચ ૩ જૂને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પહેલા અહીં એક સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે, જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવશે. ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2025 ની ફાઇનલ મેચ દરમિયાન ભારતીય સેનાને વિશેષ સન્માન આપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કલોઝિંગ સેરેમનીમાં યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિંદૂરની સફળતા ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે.
IPL 2025 ની ફાઇનલ મેચ પહેલા ક્વૉલિફાયર-2 પહેલી જૂનના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે, જેમાંથી વિજેતા ટીમ બીજી ફાઇનલિસ્ટ હશે. ટાઇટલ ટક્કર ત્રીજી જૂને અમદાવાદમાં થશે, જે પહેલાં અહીં સમાપન સમારોહનું આયોજન કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી IPL ફાઇનલમાં કરવામાં આવશે, જેના માટે BCCIએ ખાસ મહેમાનોને આમંત્રણ આપ્યું છે.
પ્લેઓફ મેચો 29 મેથી શરૂ થશે. ૨૯મી તારીખે મુલ્લાનપુરમાં યોજાનાર ક્વોલિફાયર ૧ ની વિજેતા ટીમ અમદાવાદ જવા રવાના થનારી પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ હશે. આ પછી, 30 મેના રોજ મુલ્લાનપુરમાં એલિમિનેટર મેચ રમાશે, જેમાં વિજેતા ટીમ ક્વોલિફાયર 2 રમવા માટે અમદાવાદ જશે અને હારનારી ટીમ બહાર થઈ જશે.