અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરામાં શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસ અને પિકનિકમાં બાળકોની સલામતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સ્કૂલ પિકનિક દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. એટલું જ નહી વિદ્યાર્થિનીઓને લઇ જતા પ્રવાસમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રાખવામાં આવશે.હવે શાળામાં વેકેશન પૂરું થવામાં આવી રહ્યું છે, જલ્દી જ શાળાઓ શરૂ થઈ જશે. ત્યારે સરકાર દ્વારા બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સ્કૂલ પિકનિકમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
DGP કોન્ફરન્સ 2024માં PMએ કરેલા સૂચનનો ગુજરાતમાં અમલ કરાશે. DGP કચેરીએ શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કર્યો. શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓને હાજર રાખવા પડશે. શાળાના આચાર્યે પ્રવાસ સમયે લોકલ પોલીસનો સંપર્ક કરવો ફરજિયાત છે. અને જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સાથે હોય તો મહિલા પોલીસકર્મી પણ સાથે રહેશે.
આ આદેશ મુજબ, દરેક principals ને પ્રવાસ યોજવા પહેલાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પ્રવાસ દરમિયાન બે પોલીસકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવાની રહેશે. મહિલાઓના સહભાગી પ્રવાસો માટે ખાસ રીતે મહિલા પોલીસકર્મીઓની પણ હાજરી ફરજિયાત રહેશે. principals ને આ સમગ્ર આયોજન અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરી adapprm@gujarat.gov.in ઈ-મેઈલ પર મોકલવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ પગલાનો મુખ્ય ઉદ્દેશ બાળકોની સલામતી છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના પ્રવાસો દરમિયાન સર્જાતા અકસ્માતો અને દુર્ઘટનાઓએ શિક્ષણ વિભાગને અને પોલીસ તંત્રને ચિંતિત કર્યા છે. ખાસ કરીને વડોદરા શહેરના હરણી તળાવમાં 2023માં થયેલા હરણી બોટ કાંડના પીડાદાયક અનુભવને કારણે શિક્ષણ પ્રવાસોની સલામતી વધુ ચિંતાનો વિષય બની ગઈ હતી. આ કાંડમાં સલામતીના અભાવને કારણે અનેક બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે રાજ્ય સરકારે આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા માટે આ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે.
તો બીજી તરફ, સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાય. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરાઈ છે. RTO નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. ઓટો રીક્ષામાં 6 નાના બાળકો, વાનમાં 8 બાળકોની ક્ષમતા છે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો, PUC ફરજિયાત છે. શાળા શરૂ થતા ડ્રાઈવનું આયોજન થશે.