Thursday, September 17, 2026

અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા ખાડિયામાં પહેલી વાર કોંગ્રેસની પેનલ જીતી, ભાજપ કેમ હાર્યું?

spot_img
Share

અમદાવાદ : ભાજપનો ગઢ ગણાતા અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ખાડિયા બેઠક પર કોંગ્રેસની પેનલની જીત થતા ઉજવણી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં કેસરિયો લહેરાય છે.ભાજપના વર્ષો જૂના અને અભેદ ગણાતા ખાડિયા વોર્ડમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, ખાડિયા બેઠક પર કોંગ્રેસના ધ્રુવ કલાપી (6376), બિરજુ ઠક્કર (6331), ઇલિયાસ પઠાણ (6323) અને મીનાબેન નાયક (6095)નો વિજય થયો છે. જે ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવે છે.

અમદાવાદમાં ખાડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે, હવે જાણીએ ખાડિયામાં ભાજપ કેમ હાર્યું?

રિપોર્ટ મુજબ, 1980 માં ભાજપની સ્થાપના થયાના છ વર્ષ પછી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. એ સમયથી ખાડિયા વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે. જોકે હવે વર્ષ 2026 માં પરિસ્થિતિ બદલાઈ હતી. અમદાવાદનો ખાડિયા વિસ્તાર પોળનો વિસ્તાર છે. ઐતિહાસિક પોળો ધરાવતો વિસ્તાર કોમર્શિયલ બાંધકામને કારણે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે. વળી, પરિવારો મોટા થવાને કારણે સ્થળાંતર અને સમસ્યાઓના કારણે આ વિસ્તારમાં મૂળ અમદાવાદીઓ કે જેઓ ભાજપ સાથે જોડાયેલા હતા એમની સંખ્યા ઘટી હતી. એસઆઇઆર બાદ અહીંથી 25,000 જેટલા મતદારોના નામ કમી થયા હતા. તેને પણ હારનું કારણ માનવામાં આવે છે.

આ ઉપરાંત, ખાડિયા વોર્ડમાં છેલ્લા ઘણાં સમયથી વધી રહેલા કોમર્શિયલ બાંધકામો સામે સ્થાનિકોમાં રોષ હતો. આ મુદ્દે ‘ખાડિયા બચાવ આંદોલન’ ચલાવતા આગેવાનો પૈકી એક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની મુશ્કેલી વધી હતી. ભાજપે પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના દિગ્ગજ નેતાઓને આ અપક્ષ ઉમેદવારને મનાવવા માટે મોકલ્યા હતા, પરંતુ સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ખાડિયામાં એક તરફ ભાજપ વિકાસના મુદ્દે મતો માંગ્યા હતા ત્યારે બીજી તરફ વિપક્ષ અને અપક્ષો જૂના શહેરના હેરિટેજ મકાનોની જાળવણી અને આડેધડ થતા કોમર્શિયલ બાંધકામોને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...