Wednesday, March 4, 2026

અમદાવાદમાં રથયાત્રા રૂટનું રૂપિયા 19.59 કરોડના ખર્ચે ડેવલપ કરાશે, મંદિરના પ્રાંગણમાં લાઈટીંગ કરાશે

spot_img
Share

અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં જગન્નાથજી મંદીરને અતિ પ્રસિદ્ધ માનવામાં આવે છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની છેલ્લા 148 વર્ષથી ઐતિહાસિક રથયાત્રા પણ યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પૈકી હાલમાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદીર, જમાલપુર દરવાજા, વૈશ્યસભા, ખમાસા થઈ મ્યુનિસીપલ ઓફિસ કેમ્પસ સુધીના અંદાજે 1,200 મીટર લંબાઈના માર્ગનું નવીનીકરણ કરવાનું આયોજન કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 19.59 કરોડના ખર્ચે જમાલપુર મંદિર પાસે રથયાત્રા રૂટના ડેવલોપમેન્ટનું કામ કરવામાં આવી રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદિર,જમાલપુર દરવાજા,વૈશ્યસભા,ખમાસા થઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ સુધીના 1200 મીટરના રસ્તાને ડેવલપ કરવા આયોજન કરાયુ છે.જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ મંદિર સુધીના માર્ગમાં સેન્ટર લાઈટીંગ,ગ્રીન પેચ કોટા અને ગ્રેનાઈટ સ્ટોન સાથેની ફુટપાથ બનાવાશે.મંદિરના પ્રવેશ દ્વારથી ગેટ નંબર-બે તેમજ સમગ્ર પ્લાઝામા કલાત્મક પેવીંગ ,લાઈટીંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામધણી દરગાહ, ખમાસા ચાર રસ્તા જંકશન ઉપર આઈલેન્ડ, સ્કલપચર, સેન્ટ્રલ વર્જ ડેવલપ કરાશે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા 1200 મીટરના રોડ પર રથયાત્રા રૂટના ડેવલોપમેન્ટ માટે 19.59નો ખર્ચ કરવામાં આવશે. 19.59 કરોડના ખર્ચે જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્યસભા, શાહઅલી ગામ ધણી દરગાહ, ખમાસા ચાર રસ્તા વગેરે જગાએ જંકશન રીડીઝાઈન કરવામા આવી રહી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન મંદિર બહાર લોકો ઊભા રહી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે.

જગન્નાથ મંદિરના પ્રવેશદ્વારથી ગેટ નંબર 2 અને પ્લાઝા સુધીના વિસ્તારને લાઇટિંગથી શણગારવાની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે. 19.59 કરોડના આ પ્રોજેક્ટમાં જમાલપુર દરવાજા, જમાલપુર ચકલા, વૈશ્ય સભા, શાહલી ગામધણી દરગાહ અને ખમાસા ક્રોસરોડ્સનું નવીનીકરણ પણ કરવામાં આવશે. આ સાથે સાથે રથયાત્રા વિસ્તારમાં નવા ટેબલટોપ્સ, ટાપુઓ, શિલ્પો અને સૌંદર્યલક્ષી રીતે ડિઝાઇન કરાયેલ લટકતી લાઇટ્સ પણ ગોઠવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યારે રથયાત્રાની તાડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રથયાત્રાની વાત કરવામાં આવે તો, ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથનું કલર કામ થઈ ગયું છે. 11મી જૂનના રોજ ભગવાનની મિની રથયાત્રા એટલે કે જળયાત્રા યોજાશે. આ જળયાત્રા હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી અને નાના અખાડા સાથે મંદિરેથી સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે. ભગવાન જગન્નાથની 148મી મુખ્ય રથયાત્રાની વાત કરવામાં આવે તો, 27 જુનના રોજ યોજવામાં આવશે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાવાના છે. આ રથયાત્રાને લઈને તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર રથયાત્રા યોજાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...