Tuesday, April 28, 2026

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 70 કેસ નોંધાયા, પશ્ચિમ ઝોનના આ વિસ્તારોમાં સૌથી વધારે

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારાની વચ્ચે હવે અમદાવાદીઓએ ખૂબ જ સાચવવાની જરૂર છે. વાસ્તવમાં મેટ્રો સિટી અમદાવાદમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. વિગતો મુજબ હાલ હાલ અમદાવાદમાં કોરોનાના કુલ 320 એક્ટિવ કેસ છે. આ તરફ સુરતમાં પણ મુંબઈથી પરત આવેલ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

મેટ્રો સિટી અમદાવાદમાં હવે કોરોના સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. કોરોના વાયરસના કેસો સતત વધવાની વચ્ચે હવે કોરોના સંક્રમણ રોકવું ખૂબ જરૂરી બન્યું છે. અમદાવાદમાં દરરોજ ડબલ આંકડામાં કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાંઆ 70 કેસો સામે આવ્યા છે. અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે. આ તરફ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 471 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, આશ્રમરોડ, વાડજ, નવાવાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સુભાષબ્રિજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોપલ ઘુમા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં 200થી વધુ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં હવે કોરોના કેસો વધી રહ્યા હોવાની વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદના દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્યઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...