Sunday, September 20, 2026

રાણીપમાં બકરામંડી પાસે અકસ્માતમાં નશામાં ધૂત કોન્સ્ટેબલે કારથી ઉડાવેલા પોલીસકર્મીનું મોત

spot_img
Share

અમદાવાદ : શહેરના રાણીપમાં બકરામંડી પાસે નશામાં ધૂત કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ મુજબ, જેમાંથી એક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારી પણ હતા. તેમની SVP હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, જ્યાં આજે 6 જુનના રોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે આરોપી યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ અકસ્માત મોતની કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના રાણીપ વિસ્તારમાં 31 મેના મોડી રાતે પૂરઝડપે વેગનઆરના ચાલક અને માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મચારીએ 3-4 વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી.જેમાં કુલ ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેગન-આરના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દીવાલમાં ઘૂસાડી દીધી હતી. નંબર પ્લેટ વગરની ગાડીથી નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાથી કોન્સ્ટેબલ યુવરાજસિંહને સ્થાનિક લોકોએ નીચે ઉતારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે યુવરાજસિંહ પોતે પોલીસકર્મી હોવાથી લોકોને જોઈ લઈશ તેવી ધમકી આપતો હતો.

અકસ્માતની ઘટનાની બાદમાં પીસીઆર વાનમાં તેને રાણીપ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. ત્યાં પીએસઓ સહિત ચાર પોલીસકર્મીઓ સામે સારવારનું બહાનું કાઢીને તે ભાગી ગયો હતો. આ અંગે પણ ઝોન-2 ડીસીપીએ એલ ડિવિઝન એસીપીને પોલીસકર્મીઓ અંગે તપાસ સોંપી હતી. જ્યારે રાણીપ પોલીસે તેને સુરેન્દ્રનગરથી ઝડપી પાડ્યો હતો. જે બાદ આરોપીને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપવામાં આવ્યો હતો.

રાણીપમાં રહેતા 60 વર્ષીય કાનજીભાઇ પરમાર નિવૃત જીવન ગુજારે છે. ગત 31 મેએ રાત્રિના સમયે કાનજીભાઇ બાઇક લઇને જગતપુરથી ઘરે જતા હતા. ત્યારે રાણીપ બકરામંડી પાસે પહોંચ્યા તે સમયે કારચાલકે પૂરઝડપે આવીને એક્ટિવાચાલક 37 વર્ષીય સંજયભાઇ અંસારીને અડફેટે લીધો હતો. ત્યારબાદ રોડ પર પડેલી લારીને ટક્કર મારી હતી. ત્યારબાદ કાનજીભાઇના બાઇકને ટક્કર મારી હતી. રોડ પર ઉભેલા 50 વર્ષીય મુમતાઝબેન શેખને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં કાનજીભાઇ અને સંજયભાઇને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સંજયભાઇનું હાલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...