Tuesday, April 28, 2026

અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 9 વર્ષનું બાળક રમકડાના મોબાઇલનો LED બલ્બ ગળી ગયો

spot_img
Share

અમદાવાદ: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળીમાં ફસાઇ ગયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોએ સફળ સર્જરી કરી બલ્બ બહાર કાઢ્યો હતો. વારંવાર બનતા આવા કિસ્સાઓ ઉપરથી માતાપિતા અને પરિવારજનોએ સબક લઇ વધુ સાવચેત રહેવાની જરુર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કારપેન્ટરનુ કામ કરતા જુનાગઢના રહેવાસી એવા જુનેદ યુસુફ અને તબસ્સુમબેનના 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા 15 દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતા તેનો છાતીનો એક્સરે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક ફસાયું હોવાનું જાણવા મળ્યું.જુનેદને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરી, જોકે તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આવી પહોંચ્યા હતા

સારવાર અર્થે 3 જૂન, 2025ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કર્યો હતો. સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો. ઓપરેશન પછી બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે અને કોઈપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું.

અમદાવાદ સિવિલના ડોક્ટરોની નિપુણતા-નિષ્ઠાપુર્વકની સારવારનો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનું જીવંત ઉદાહરણ છે. ડોક્ટરએ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યું કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ દ્વારા બાળરોગ અંગેની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવાની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવતી હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...