Friday, January 16, 2026

અમદાવાદમાં 15 દિવસમાં ભાડા કરાર વિના મકાન ભાડે આપનારા 500 મકાનમાલિકો સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ : રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ દ્રારા સંપુર્ણ તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.છેલ્લા 15 દિવસમાં શહેર પોલીસે 500થી વધુ મકાન માલિકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.જેમણે ભાડાકરાર વગર ભાડુઆત મકાન રહેવા માટે આપ્યુ હતું. પોલીસે કમીશ્નરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 27 જુન 2025ના રોજ રથયાત્રા નીકળવાની છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન માટે આવવાના છે.રથયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસ દ્રારા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. રથયાત્રા શાંતિપુર્ણ પુરી થાય અને કેટલાક વિધ્ન સંતોષીઓના ઇરાદા પર પાણી ફેરવાઇ જાય તે માટે પોલીસે માઇક્રોલેવલનું પ્લાનીગ કર્યું છે. આ વખતે અમદાવાદ પોલીસે મકાન માલીકો સામે પણ કાર્યવાહી કરી છે.કેટલાક લોકો પોતાના ઇરાદા પાર પાડવા માટે અમદાવાદમાં ભાડેના મકાન રહેતા હોય છે અને બાદમાં તેમનો ટાર્ગેટ પુરો થઇ જાય ત્યારે મકાન ખાલી કરીને ગાયબ થઇ જતા હોય છે.અમદાવાદ પોલીસ કમીશ્નર જી.એસ. મલિકે ભાડા કરાર રહેતા ભાડુઆતોને શોધી કાઢવા તેમજ મકાન માલીકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. પોલીસ કમીશ્નરના આદેશ બાદ શહેર પોલીસ ઠેરઠેર કેસો નોંધવાનું શરૂ કર્યુ હતું.

મીડિયા રિપોર્ટ મુજબ, છેલ્લાં 20 દિવસમાં શહેર પોલીસે 500થી વધુ મકાન માલીકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.મકાન માલીકોએ ભાડા કરાર કર્યા વગર ભાડુઆતને મકાન ભાડે રહેવા માટે આપ્યા હતા.પોલીસ માત્ર મકાન માલીકો પર નહી પરંતુ દુકાન માલીકો ઉપર પણ તવાઇ બોલાવી રહી છે.આવનારા દિવસોમાં હજુ પણ વધુ ગુનો નોંધાય તેવી શક્યતાઓ છે.મકાનમાં કોઇ શંકમદ નામ બદલીને આસરો નથી લઇ રહ્યો તે મામલે પોલીસ ઠેરઠેર સર્ચ કરી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...