Sunday, February 8, 2026

સાબરમતી સફાઈ અભિયાનના લીરેલીરા : સાફ કરેલી સાબરમતી પર જળયાત્રા પહેલાં જ જળકુંભી પથરાઈ ગઈ

spot_img
Share

અમદાવાદ: શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી સાફ સફાઈ માટે ખાલી કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી તંત્ર, સામાજિક સંસ્થાઓએ ભારે જહેમત ઉઠાવી સાબરમતી નદીના પટને સ્વચ્છ કરવાના પ્રયાસો કર્યા. ત્યાર બાદ શહેરની સાબરમતીને નર્મદાના નીરથી ફરી એકવાર ભરી દેવામાં આવી. નદી બેય કાંઠે તો થઈ ગઈ. પરંતુ નદી વચ્ચે અને કેટલાક કિનારે જળકુંભી પથરાઈ ગઈ.

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલાં આવતીકાલે 11 જૂને ભગવાનની જળયાત્રા નીકળશે. જ્યાં જગન્નાથ મંદિરના ભક્તો, મહંત, મંત્રી અને સામાજિક આગેવાનો આવશે. જમાલપુર જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરે યાત્રા પહોંચશે. ભગવાનના જળા અભિષેક માટે સાબરમતી નદીમાંથી જળ ભરીને મંદિરે લાવવામાં આવશે, પરંતુ જળયાત્રાના 24 કલાક પહેલાં જ સાબરમતી નદીમાં જ્યાં જળયાત્રા અને નદીનું પૂજન થવાનું છે ત્યાં મોટા પ્રમાણમાં જળકુંભી ઊગી નીકળી છે.

જમાલપુરના બ્રિજ નીચે જ્યાં રિવરફ્રન્ટ પર જળયાત્રાનું સ્ટેજ, ટેન્ટ બનાવી તૈયારીઓ કરી છે એ સાબરમતી પટ પર જળકુંભીની વિશાળ ચાદર પથરાઇ ગઈ છે. નદીના પટમાં અચાનક પથરાઇ ગયેલા વેલના જંગલને હટાવવા પાણીમાં ત્રણ સ્પેશિયલ મશીન, બોટ, JCB મશીન, ટ્રેક્ટર કામે લગાડી દેવામાં આવ્યા છે.જળકુંભીના કારણે આખી નદીમાં ગંદકી જોવા મળી રહી છે. જે સ્થળ પર પૂજન અને જ્યાંથી બોટમાં બેસી સાબરમતી નદીની વચ્ચેથી પાણી લાવવાનું છે એ જ જગ્યા પર જળકુંભી ઊગી નીકળી છે.

સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના દરવાજા રિપેર થયા હોવાથી નદી ખાલી થઈ હતી. ત્યાર બાદ બે દિવસ પહેલાં નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે નદીમાં ઠેર ઠેર જળકુંભી નીકળી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...