Home અમદાવાદ અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, કોઈની બચવાની સંભાવના નહિવત, 50 મૃતદેહ બહાર કઢાયા; એરપોર્ટ બંધ

અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, કોઈની બચવાની સંભાવના નહિવત, 50 મૃતદેહ બહાર કઢાયા; એરપોર્ટ બંધ

0
અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ, કોઈની બચવાની સંભાવના નહિવત, 50 મૃતદેહ બહાર કઢાયા; એરપોર્ટ બંધ

અમદાવાદ : કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત થયો હતો. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બર (બે પાઇલટ સહિત) અને 230 મુસાફરો હતા. ગુરુવારે બપોરે 1:38 વાગ્યે વિમાને ઉડાન ભરી હતી અને માત્ર બે મિનિટ પછી 1:40 વાગ્યે ક્રેશ થયું હતું. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1.38 વાગ્યે ટેકઓફ થયું અને 1.40 વાગ્યે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું હતું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતું.આ અંગે અદાણી એરપોર્ટે નિવેદન જારી કર્યું છે. જેમાં કહ્યું છે કે, એર ઇન્ડિયાની 171 ફ્લાઇટ ક્રેશ થતા હાલ એરપોર્ટ બંધ છે. તમામ ફ્લાઇટ ઓપરેશન્સ કામચલાઉ રીતે બંધ કરવામાં આવ્યા છે. પેસેન્જર્સે તેમની ફ્લાઇટ્સ લેટેસ્ટ અપડેટ્સ ચેક કરી લેવી.

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા દિલ્હીથી રવાના થઈ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવાની કામગીરી હાથ ધરી છે.ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે. જેને પગલે તેઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here