Friday, March 13, 2026

અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં BJ મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત, ત્રણ ગુમ અને બે સીરિયસ

spot_img
Share

અમદાવાદઃ અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં બીજે મેડિકલ હોસ્ટેલના 4 ઈન્ટર્ન ડોક્ટર્સના મોત થયા હતા. આર્યન રાજપુત, માનસભાદુ અને રાકેશ દિયોરાના મૃત્યુ થયા હતા. જ્યારે ડોક્ટર જયપ્રકાશ ચૌધરીની શોધખોળ થઈ રહી છે. બી જે મેડિકલ કોલેજના ડીન ડૉ. મીનાક્ષી પરીખના કહેવા મુજબ પાંચ વિદ્યાર્થીઓ સીરિયસ છે, જ્યારે 13 વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી હતી. મેડિકલ સ્ટુડન્ટ પ્રદીપ સોલંકીના પત્ની કાજલ સોલંકી ઘાયલ થયા હતા. વિદ્યાર્થીના એક સંબંધીનું ઘટનામાં મૃત્યુ થયું છે, જ્યારે ત્રણ ગુમ છે, બે સીરિયસ છે.

મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન બીજે મેડિકલ હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન તૂટી પડતાં 240થી વધુ મુસાફરોના મૃત્યુ થયા હતા. હાલ 50 મૃતદેહોના પોસ્ટ મોર્ટમ થયા છે. ડીએનએ ટેસ્ટ માટે 102 લેવાયા બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ આવતા ત્રણથી ચાર દિવસ લાગશે. આ પ્લેનમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ હતા. આ ઉપરાંત નંદ કાર્ગો મોટર્સના માલિક નેહા નંદા, લુબી પંપ્સના સુભાષચંદ્ર અમીન, રાજપથ ક્લબના ડાયરેક્ટર દિલીપ પટેલ જેવા જાણીતા લોકો પણ હતા.

એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ171 અમદાવાદમાં તૂટી પડતાં 242 લોકોના મોત થયા હતા. જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર્સ પણ હતા. પ્લેનમાં 128 પુરુષ મુસાફરો અને 114 મહિલા મુસાફરો હતો. પ્લેનમાં સવાર મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટીશ નાગરિકો સવાર હતા. આ ઉપરાંત 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગિઝ નાગરિકો હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...