Saturday, July 25, 2026

અમદાવાદ પ્લેન ક્રેશમાં આ ત્રણ ગુજરાતી હસ્તીઓએ પણ જીવ ગુમાવ્યો, જાણો કોણ કોણ છે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલું બોઈંગનું 787 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે ક્રેશ થયું હતું. આ વિમાન ટેકઓફની થોડી જ સેકંડોમાં એરપોર્ટથી થોડે દૂર આવેલા મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 300થી વધુ મુસાફરોના મોત થયા હતા. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાતના ત્રણ મહાનુભાવોના પણ વિમાન દુર્ઘટનામાં મોત થયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતના અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 300 થી વધુ લોકોના મોત થયા. અકસ્માતનો ભોગ બનેલાઓમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઘણા મોટા નામો છે. કેન્દ્રીય મંત્રીઓ સીઆર પાટીલ અને રામ મોહન નાયડુએ વિમાનમાં રૂપાણીની હાજરીની પુષ્ટિ કરી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાતના બે જાણીતા ઉદ્યોગપતિઓ પણ આ વિમાનમાં સવાર હતા. અહેવાલ મુજબ, કાર્ગો મોટર્સ ગ્રુપના સ્થાપક પ્રમુખ નંદા, તેમની પત્ની નેહા પ્રમુખ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદા પણ આ ફ્લાઇટમાં સવાર હતા. કાર્ગો મોટર્સ ગ્રુપ પશ્ચિમ ભારતમાં એક અગ્રણી ઓટો ડીલરશીપ અને ટ્રાન્સપોર્ટ કંપની છે.

આ ઉપરાંત, લ્યુબી મોટર્સના ડિરેક્ટર અને ગુજરાતના વ્યાપારી સમુદાયના અગ્રણી સુભાષ અમીન પણ વિમાનમાં સવાર હતા. લ્યુબી પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડ એક ખાનગી કંપની છે, જેની સ્થાપના 27 ફેબ્રુઆરી, 1985 ના રોજ થઈ હતી. તે એક ખાનગી અનલિસ્ટેડ કંપની છે. લ્યુબી પમ્પ્સ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 40 વર્ષથી મુખ્યત્વે મશીનરી અને સાધનોના વ્યવસાયમાં છે.

આ ઉપરાંત અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપભાઈ પટેલનું પણ મૃત્યુ થયું છે. દિલીપ પટેલ અને તેમના પત્ની મીનાબેન પટેલ કેનેડામાં દીકરીને મળવા જઈ રહ્યા હતા. લંડન જઈ રહેલા પતિ પત્નીને કાળ ભરખી ગયો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...