Sunday, September 20, 2026

અમદાવાદ પ્લેન ક્રેશ: 5 મૃતદેહોની ઓળખ કરી પરિવારજનોને સોપ્યાં, 250થી વધુ પોસ્ટમોર્ટમ કરાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ગઈકાલથી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં 70 થી 80 ડોક્ટરો તૈનાત હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. આ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ઓળખાયેલા મૃતદેહોમાં રાજસ્થાનના 2, ગુજરાતના ભાવનગર જિલ્લાના 2 અને મધ્યપ્રદેશનો 1નો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદના પીએસસી અને સીએસસીના ડોક્ટર્સ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની તેમજ તેમની ટીમ સહિત 70 થી 80 ડોક્ટર્સ ગુરૂવારથી કાર્ય કરી રહ્યા છે. આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવી રહ્યા છે.

આ પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોપવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ઓળખ થઈ ગયેલા એવા પાંચ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આ મૃતદેહમાં 2 રાજસ્થાન, 2 ભાવનગર અને 1 મધ્યપ્રદેશના મૃતકનો સમાવેશ થાય છે. પોસ્ટ મોર્ટમ રૂમમાંથી જેમ જેમ પરિવારો મૃતદેહની ઓળખ કરી રહ્યા છે તેમ-તેમ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...