Sunday, September 20, 2026

અમદાવાદનો ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે વરદાન સાબિત થયો, માત્ર 10 મિનિટ માટે ફ્લાઇટ ચૂકી જતાં આબાદ બચાવ થયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી વરદાન સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્‌લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભૂમિ ચૌહાણ ભારતમાં વેકેશન મનાવ્યા બાદ એર ઇન્ડિયાની ફ્‌લાઇટ એઆઇ-171માં લંડન પરત ફરવાનાં હતાં. પરંતુ અંકલેશ્વરથી પરત ફરતી વખતે અમદાવાદમાં ભારે ટ્રાફિકના કારણે તેઓ માત્ર 10 મિનિટ માટે ફ્‌લાઇટ ચૂકી ગયા અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતના ભરૂચના રહેવાસી ભૂમિ ચૌહાણ લંડનમાં રહેતા પોતાના પતિ પાસે જઇ રહી હતી. ભૂમિએ જણાવ્યું હતું કે ગુરૂવારે સવારે તે અમદાવાદ એરપોર્ટ જવા નીકળી હતી. ત્યારે અમદાવાદ શહેરમાં ભારે ટ્રાફિકના કારણે અટવાઇ જતાં અમે ચેક-ઇન ગેટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા જેથી મને અંદર જવા ન દીધી, અને હું નિરાશા સાથે પાછી ફરી.આમ માત્ર 10 મિનિટના વિલંબને કારણે તેણી આ ફ્લાઇટ ચૂકી ગઈ અને આ વિલંબ તેના જીવનનું સૌથી મોટું ‘વરદાન’ બની ગયું હતું.અને તેમનો પ્લેન ક્રેશમાં આબાદ બચાવ થયો હતો.

ભૂમિ ચૌહાણે મીડિયા સમક્ષ આપવિતિ વર્ણવતાં કહ્યું કે જ્યારે મને ખબર પડી કે ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણપણે સુન્ન થઈ ગઈ હતી. ‘મારું શરીર ધ્રુજી રહ્યું હતું… ત્યારે મને કોઇ શબ્દો મળી રહ્યા ન હતા. હું મારી મા દુર્ગાનો આભાર માનું છું કે હું સુરક્ષિત છું, પણ આ ઘટના ખરેખર ભયાવહ છે. પોતાનો જીવ બચવાથી રાહત અનુભવી હતી.

ભૂમિ ચૌહાણના માતાએ જણાવ્યું હતું કે અમે માતાજીનો આભાર માનીએ છીએ કે તેમણે મારી દીકરીનું રક્ષણ કર્યું. તે પોતાનું બાળક મારી પાસે મૂકીને ગઈ હતી, અને આ બધું માતાજીના આશીર્વાદને કારણે જ છે. એ બાળકના કારણે જ તે આજે મારી સાથે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...