Sunday, January 25, 2026

અમદાવાદ ટુ લંડન ડાયરેક્ટ જતી ફ્લાઈટ અંગે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય, એડવાન્સ બુકિંગવાળા ખાસ વાંચી લે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પ્લેનક્રેશની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે.. આ ઘટના બાદ સરકાર હવાઇ મુસાફરીમાં સુરક્ષા કઇ રીતે વધુને વધુ સુનિશ્ચિત કરી શકાય તેના પર ભાર મુકી રહી છે., તો બીજી તરફ એર ઇન્ડિયા કંપનીએ પણ આવી ઘટના બીજીવાર ન બને તે માટે આગામી સમયમાં તેના મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગતિવિધિ શરૂ કરી છે.આ વચ્ચે એર ઈન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં 12 જૂને થયેલ પ્લેન ક્રેસ દુર્ઘટના બાદ એર ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદથી સીધી લંડન જતી ફ્લાઇટ હાલ બંધ કરવામાં આવી છે. એટલે કે, હાલ અમદાવાદથી લંડન જવા માટે એર ઈન્ડિયાની કોઈ ફ્લાઈટ ઉડાન નહિ ભરે. એર ઇન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લેતા અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડા સમય માટે બંધ કરી છે. જે લોકોએ એડવાન્સમાં બુકીંગ કરાવ્યું હશે તેમને રિફંડ અપાશે.

અત્યાર સુધી આ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલતી હતી. હવે લંડન જવા માંગતા મુસાફરોએ વાયા મુંબઇ કે દિલ્હી થઇને લંડન જવું પડશે.. અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફલાઇટ ફરી ક્યારે શરૂ થશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...