Sunday, January 18, 2026

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી પાણી, વીજ કરંટથી એકનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભારે ગરમી અને ભારે પવન બાદ સમીસાંજે ભારે વરસાદ ખાબક્યો હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદ ખાબક્યો છે, શહેરના નવા વાડજ, નારણપુરા, SG હાઈવે, સેટેલાઈટ, બોપલ, આંબલી, શેલા, સરખેજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ ઘી કાંટા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો છે. મોટી હમામની પોળ નજીક વીજ કરંટ લાગતા એકનું મોત નીપજ્યુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના મિર્ઝાપુર વિસ્તારમાં ઘી કાંટા નજીક પોળ પાસે 20 વર્ષીય યુવકને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્ટ્રીક પોલનો કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું છે. ઈલેક્ટ્રીક પોલનો વાયર ખુલ્લો હોવાના કારણે પાણીમાં યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકોએ ફાયર બ્રિગેડ, 108 અને કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી. મીઠાખળી અન્ડર પાસ પાણીને લઈને બંધ કરાયો છે.જેથી વાહનચાલકો પરેશાન થયા છે.

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદ વચ્ચે 15 થી વધારે જગ્યા પર વૃક્ષ ધરાશાયી થયા છે. તો બીજી તરફ ઘી કાંટા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો છે. મોટી હમામની પોળ નજીક વીજ કરંટ લાગતા એકનું મોત નીપજ્યુ છે. ઇલેક્ટ્રીક પોલ પાસે પસાર થતા વ્યક્તિને વીજ કરંટ લાગતા મોત નીપજયું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...