Friday, January 16, 2026

અમદાવાદ વિમાન દુર્ઘટના: UAEમાં ભારતીય મૂળના ડોક્ટરની દરિયાદિલી, આ લોકોને 1-1 કરોડ આપવાની કરી જાહેરાત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ઘટનામાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમાં 241 મુસાફરો અને એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે, આ ઉપરાંત વિમાન ક્રેશમાં 4 MBBS વિદ્યાર્થીઓ અને BJ મેડિકલ કોલેજના એક ડોક્ટરનું પણ મોત થયું હતું. હવે UAE માં રહેતા ભારતીય મૂળના ડૉ. શમશીર વાયલીલે ઉદારતા દર્શાવી છે અને એર ઈન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે ઘાયલોને મદદ કરવાની પણ જાહેરાત કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ આ દુર્ઘટનામાં બચી ગયો હતો. જ્યારે પાંચ MBBS વિદ્યાર્થીઓ સહિત 29 અન્ય લોકોનું પણ અકસ્માત સ્થળે જ મોત નીપજ્યું હતું. UAEની રાજધાની અબુ ધાબી તરફથી રાહત સહાયની જાહેરાત કરતા બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન અને VPS હેલ્થના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શમશીરે કહ્યું કે અકસ્માત પછીની પરિસ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા છે.ડૉ. શમશીરના રાહત પેકેજમાં ચાર મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનો માટે પ્રત્યેકને રૂપિયા 1 કરોડ, ગંભીર રીતે ઘાયલ પાંચ વિદ્યાર્થીઓ માટે પ્રત્યેકને રૂપિયા 20 લાખ અને પોતાના પ્રિયજનો ગુમાવનારા ડૉક્ટરોના પરિવારજનો માટે પ્રત્યેકને રૂપિયા 20 લાખની સહાયનો સમાવેશ થાય છે.

આ સહાય કોલેજ ખાતે જુનિયર ડૉક્ટર્સ એસોસિએશન સાથે સંકલનમાં આપવામાં આવશે. 2010માં મેંગલુરુ વિમાન દુર્ઘટના પછી, ડૉ. શમશીરે અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડી હતી અને આરોગ્યસંભાળ પ્રદાતા બુર્જિલ હોલ્ડિંગ્સમાં રોજગારની તકો પૂરી પાડી હતી. ડૉ. શમશીર વ્યવસાયે રેડિયોલોજસ્ટ અને વેપારી છે. તેમને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી પ્રવાસી ભારતીય સન્માન પ્રાપ્ત થયેલું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...