Tuesday, April 28, 2026

અમદાવાદ પ્લેન ક્રેશ: ઈન્ટર્ન ડોક્ટર હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા, જુઓ વીડિયો

spot_img
Share

અમદાવાદ : એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશનો વધુ એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બી. જે. મેડિકલના વિદ્યાર્થીઓ (ઈન્ટર્ન ડોક્ટર) પોતાનો જીવ બચાવવા માટે હોસ્ટેલના બીજા માળેથી નીચે કૂદી રહ્યા છે. 12 જૂને અમદાવાદ એરપોર્ટ નજીક એક ફ્લાઇટ ક્રેશ થઈ હતી, જેમાં 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ ફ્લાઈટ મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર પડ્યું હતું.

નવા વીડિયો આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે નજીકના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વિમાન દુર્ઘટના પછી ચાદર બાંધીને બિલ્ડિંગમાંથી કૂદી પડ્યા હતા. પોતાનો જીવ બચાવતા વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે MBBSના વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા માળેથી કપડું બાંધીને નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ચાદરની મદદથી કૂદકા મારતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

આ વીડિયોમાં, વિદ્યાર્થીઓ એકબીજાને ઇમારત પરથી કૂદવામાં મદદ કરી રહ્યા છે. તેઓ કપડાંની મદદથી ઇમારત પરથી કૂદી રહ્યા છે. દરમિયાન, નજીકમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા પછી ચારેબાજુ ધુમાડાનું સામ્રાજ્ય જોવા મળતું હતું.

વીડિયોમાં અકસ્માત સમયે કેટલાક લોકો ઝાડ પર ચડતા જોવા મળે છે. તેઓ ત્યાંથી વિમાનને સળગતું જોઈ રહ્યા છે. વિમાન દુર્ઘટના અંગે ખૂબ હોબાળો મચી રહ્યો છે. અસ્પાકનો આખો વિસ્તાર કાળા ધુમાડામાં લપેટાઈ ગયો હતો. અકસ્માતની પ્રથમ થોડીક સેકન્ડોમાં કોઈ પણ પ્રત્યક્ષદર્શી સમજી શક્યું નહીં કે બરાબર શું થયું?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...