Tuesday, April 28, 2026

અમદાવાદમાં BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાની સુવિધા શરૂ, પ્રતિ કિમી રૂ.10 ભાડું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં શહેરીજનો પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે મ્યુનિ. ખાનગી કંપની સાથે જોડાણ કરી ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરશે. લોકો એપથી ઈ-રિક્ષા બુક કરી BRTS જંક્શન કે ઓફિસ સુધી જઈ શકશે. હાલમાં મેમનગર અને યુનિવર્સિટી જંક્શન પર આ પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા ખાનગી કંપનીના સહયોગથી સવાર-ઈ નામની એપ્લિકેશન બનાવાઈ છે તેના પરથી ઘરે બેઠા રિક્ષા બુક કરી BRTS જંક્શન સુધી જઈ શકાશે અને આ એપ્લિકેશનમાંથી જ BRTS ની ટિકિટ બુક કરાવી શકાશે, જેથી ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. પ્રતિ કિલોમીટર રૂ.10 ચાર્જ લાગશે. જ્યારે ખાનગી રિક્ષા કે શટલ રિક્ષા પ્રતિ કિલોમીટર રૂ.15 ભાડું લે છે. હાલમાં 30 ઈ-રિક્ષા બંને જંક્શન પર મૂકવામાં આવી છે. એક વર્ષમાં 300થી વધુ ઈ રિક્ષા વિવિધ જંક્શન પર મૂકાશે. રોજ 30થી 40 લોકો તેનો ઉપયોગ કરે છે.

સવાર-ઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં લોકોએ પ્રોફાઈલ બનાવવી પડશે. પછી તેમાં જ્યાંથી રિક્ષામાં બેસવાનું છે ત્યાંનું અને ક્યાં જવાનું છે ત્યાંનું લોકેશન નાખી બુક કરાવવાની રહેશે. સામાન્ય એપ્લિકેશનની જેમ આનો પણ ઉપયોગ કરવાનો રહેશે.સવાર-ઈ રિક્ષાથી લોકોને શેયરિંગ રિક્ષા અને સિંગલ પેસેન્જરની પણ સુવિધા મળશે. ઈ-રિક્ષાથી શહેરમાં પ્રદૂષણ ઘટશે અને અન્ય શટલ રિક્ષા કરતા સસ્તી પડશે. લોકોની સુવિધા માટે સવાર-ઈ એપ્લિકેશન અને ડ્રાઈવરો માટે સવાર-ઈ સારથી એપ્લિકેશન બનાવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...