Tuesday, April 28, 2026

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું, એરપોર્ટ આસપાસના ઉંચા બિલ્ડિંગો અને વૃક્ષોનો સર્વે કરાશે, નડતરરૂપ હશે તે હટાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. આ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા નવા નિયમો નોટિફાઇ કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે કરવામાં આવશે. ત્યારબાદ સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતરરૂપ હશે તેને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ આસપાસ સર્વે હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેકટરએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે. જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવીએશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવશે.

સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે. અમદાવાદ જિલ્લા કલેકટરે આ મુદ્દે જણાવ્યું હતું કે, અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા, ટ્રાફિક પોલીસ, એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે બાદ નડતર રૂપ વસ્તુઓ દૂર કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...